Kedarnath News: કેદારનાથ ધામ પાછળ સ્થિત ચૈરાબાડી ગ્લેશિયરમાં હિમસ્ખલન થયું છે. જોકે હજુ સ્પષ્ટ થયું નથી કે ગ્લેશિયરમાં પત્થર પડ્યા છે અથવા પછી હિસ્મખન થયું છે. વહિવટીતંત્રએ એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇને તપાસના આદેશ આપ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પણ સર્વે કરવા માટે કહેવામાં આવ્યું છે. હિમસ્ખલન થયા બાદ કેદારનાથ ધામમાં રહેતા લોકો આઘાતમાં છે. સ્થાનિક લોકોને ડર છે કે ક્યાંક 2013 જેવી ઇમરજન્સી ફરીથી ન આવી જાય. આજે સાડા ચાર પાંચ વાગ્યા વચ્ચે કેદારનાથ મંદિરથી લગભગ ચાર કિમી દૂર સ્થિત ચૈરાબાડી ગ્લેશિયર પર હિમસ્ખલનની ઘટના થઇ. પર્વત પર ખૂબ દૂર સુધી હિમસ્ખલન થયા બાદ કેદારનાથ ધામમાં અફરા તફરી મચી ગઇ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમસ્ખલનની ઘટનામાં નુકસાન થયું નથી
હિમસ્ખલનની ઘટનામાં નુકસાન થયું નથી. સૂચના મળ્યા બાદ વહિવટી તંત્રએ કેદારનાથ ધામમાં લોકોને એલર્ટ કરી દીધા. વહિવટીતંત્રએ એનડીઆરએફને ઘટનાસ્થળે જઇને વાસ્તવિક જાણકારી પ્રાપ્ત કરવા માટે કહ્યું છે. રૂદ્રપ્રયાગના જિલ્લાધિકારી મયૂર દીક્ષિતે કહ્યું કે 22 સપ્ટેમ્બરને ચારથે પાંચ વાગ્યા વચ્ચે ચૈરાબાડી ગ્લેશિયર હિમસ્ખલન થવાની સૂચના મળી હતી. વહિવટી તંત્રએ તાત્કાલિક કેદારનાથ ધામમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા. જોકે કોઇ ઘટના થઇ નથી. વહિવટીતંત્રએ જિયોલોજિકલ ટીમ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને સર્વે કરવાનો અનુરોધ કર્યો છે. 



કેદારનાથ ત્રાસદી યાદ કરી આઘાતમાં સરી પડ્યા લોકો
વર્ષ 2013 માં કેદારનાથ આફતની ખૌફનાક તસવીરો હજુ પણ રૂવાડાં ઉભા કરી દે છે. દુનિયામાં સદીના સૌથી મોટા જલ પ્રલયની એક ઘટના હતી. 16 જૂન 2013 ની રાત્રે કેદારનાથ મંદિરની ઠીક પાછળ 13 હજાર ફૂટ ઉંચાઇ પર ચૈરાબાડી સરોવરે તબાહી મચાવી હતી. જલ પ્રલયમાં હજારો લોકોની જીંદગીઓ તબાહ થઇ ગઇ હતી. સરોવર ફાટતા ઘણા કિલોમીટર દૂર સુધી લોકોને થોડી સેકન્ડ પણ સમજવાનો મોકો મળ્યો ન હતો. પાણીના પ્રવાહમાં અનેક ક્વિંટલ ભારે પથ્થર વહેતા બધુ નેસ્તનાબૂદ કરી રહ્યા હતા. 


આફતની કાળ રાત લોકો માટે ભયાનક ગુજરી હતી. કેદારનાથ ધામથી લઇને શ્રીનગર સુધી અનેક ભવન, હોટલ અને રેસ્ટોરેન્ટમાં પાણી જ પાણી હતું. મોબાઇલ નેટવર્ક, વિજળી, પાણી જેવી તમામ વ્યવસ્થાઓ ધ્વસ્ત થઇ ગઇ હતી. કેદારઘાટીમાં મંદાજિની નદીએ આતંક મચાવ્યો છે કે કેદારનાથ મંદિર સિવાય બધુ જ ખતમ થઇ ગયું. રામબાડાનો રહેણાંક વિસ્તારનું નામોનિશાન નકશામાં મટી ગયું હતું. ખૌફનાક ત્રાસદીના લીધે લોકો આમ તેમ ફાંફા મારતા હતા.