મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં કિસાન મહાપંચાયત (Kisan Mahapanchayat) માં પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) એ મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે ત્રણેય કૃષિ કાયદાને ડેથ વોરંટ ગણાવ્યા. કેજરીવાલે કહ્યુ કે, પીએમ મોદીએ પોતાના ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે આ કાયદાને પાસ કરાવ્યા છે. આ કાયદાને કારણે તેમની ખેતી ઉદ્યોગપતિઓના હાથમાં જતી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મેરઠની કિસાન મહાપંચાયતમાં કહ્યુ કે, કિસાન આંદોલન (Kisan andolan) માં 250 લોકો શહીદ થઈ ગયા છે. પણ સરકારને વાત સંભળાતી નથી. 70 વર્ષોથી બધી પાર્ટીઓએ કિસાનોને છેતર્યા છે. કેજરીવાલે કહ્યુ કે, કિસાન માત્ર પાકના યોગ્ય ભાવ માગી રહ્યા છે પરંતુ સરકાર માની રહી નથી. કોઈપણ સરકાર કિસાનોની વાત સાંભળતી નથી. 


કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે આ મુદ્દે PM મોદીના કર્યા વખાણ, જાણો શું કહ્યું? 


પોતાના ખેતરમાં મજૂર થઈ જશે કિસાન
કેજરીવાલે કહ્યુ કે, છેલ્લા 25 વર્ષમાં સાડા ત્રણ લાખ કિસાન આત્મહત્યા કરી ચુક્યા છે. હવે કિસાન દિલ્હીની બોર્ડર પર શહીદી કેમ આપી રહ્યાં છે? કારણ કે તેની જિંદગી મોત પર આવી ગઈ છે. બધી ખેતી મૂડીપતિઓના હાથમાં જતી રહેશે અને કિસાન પોતાના ખેતરમાં મજૂર બની જશે. 


સ્ટેડિયમને જેલ ન બનવા દીધુઃ કેજરીવાલ
કેજરીવાલે કહ્યુ- કેન્દ્ર સરકારે 9 સ્ટેડિયમને જેલ બનાવવા માટે પત્ર મોકલ્યો હતો, જેની ફાઇલ તેમણે મારી પાસે મોકલી. પરંતુ અમે ફાઇલ ક્લિયર ન કરી. જો અમે જેલ બનાવવા દેત તો કિસાનોને ત્યાં કેદ કરી લેવામાં આવત અને આંદોલન ખતમ થઈ જાત.
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube