નવી દિલ્હી : હરિયાણા અને પંજાબમાં  (Haryana) (Punjab) ઘઉંનુ ભુસુ સળગાવવાનાં કારણે થનારા પ્રદૂષણ (pollution) અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)  ખુબ જ ગંભીર છે. તેમણે હરિયાણા અને પંજાબના મુખ્યમંત્રીને પત્ર લખીને બંન્ને મુખ્યમંત્રીઓને ખેડૂતો ભુસુ ન સળગાવે તેવા પગલા લેવા માટે અપીલ કરી છે. તેમણે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પણ આ અંગે પત્ર લખ્યો. જેથી આગામી સમયમાં દિલ્હીની હવા પ્રદૂષિત થતા અટકાવી શકાય. રાષ્ટ્રીય સમાચારપત્રોને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને માહિતી મળી કે હરિયાણા અને દિલ્હીમાં ઘઉનુ ભુંસુ સળગાવવાનો પ્રારંભ થઇ ચુક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પહેલા ED એ શરદ પવાર પર 'લગામ' કસી, NABARD ના રિપોર્ટ આધારે કેસ દાખલ
હાલ બંન્ને રાજ્યોમાં ભુસુ સળગાવવાનાં કારણે થતો ધુમાડાના કારણે દિલ્હીની હવા ઝડપથી પ્રદૂષિત થાય છે. આવું ન થાય માટે કેજરીવાલે પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ ઉપરાંત કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પત્ર લખી આ મુદ્દે ત્વરિત કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી.


રશિયાએ ગોળ-ગોળ વાત કર્યા વગર સ્પષ્ટ જણાવ્યું અહીંયા છે આતંકવાદીઓનો અડ્ડો
ડુંગળીએ રોવડાવ્યા બાદ હવે ટમેટા લાલઘુમ થયા...
આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું. જેમાં તેમણે લખ્યું કે, હરિયાણા અને પંજાબના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રીને પત્ર લખીને આ મુદ્દે ઝડપી કાર્યવાહી કરવા અપીલ કરી છે. જો કે પ્રદૂષણને અટકાવવા માટે હજી ઘણુ કરવાની જરૂર છે. અમારા સ્તર પર પ્રદૂષણને ઘટાડવા માટે પગલા ઉઠાવાઇ રહ્યા છે.


હવે પરિક્ષાના માર્કના આધારે નહી કાબેલિયતના આધાર નક્કી થશે IAS બનશો કે IPS
કેજરીવાલે લખ્યું કે, લોકોનું સ્વાસ્થય કોઇ પણ સરકાર માટેની સૌથી મોટી જવાબદારી છે. દુર્ભાગ્યથી સમગ્ર ઉત્તરભારતમાં શિયાળાનાં કારણે વાયુપ્રદૂષણનું ઉચ્ચતમ સ્તર હોય ચે. જેના કારણે લોકો પરેશાન પણ થવું પડે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોનાં સ્વાસ્થય પર પ્રતિકુળ અસર પડે છે. તેની ગંભીરતા સમજતા તત્કાલ મોટા પગલા ઉઠાવવા જરૂરી છે.


રાત્રે આતંકવાદ અને દિવસે ક્રિકેટ શક્ય નહી: એસ. જયશંકરની સ્પષ્ટ વાત
તમામ સરકારી એજન્સીઓ અને દિલ્હીના લોકોના નિરંતર પ્રયાસોનાં કારણે દિલ્હીના આજે એવા શહેરોમાંનુ એક બન્યું છે જ્યાં પ્રદૂષણ રેકોર્ડ સ્તર (4 વર્ષમાં 25 ટકાનો ઘટાડો) પર ઘટ્યું છે. આગામી શિળાયામાં પ્રદૂષણ દુર કરવા માટે દિલ્હી સરકાર પહેલાથી જ 7 સુત્રીય કાર્ય યોજના જાહેર કરી છે. જો કે પંજાબ અને હરિયાણામાં ભુંસુ સળગાવવાનાં કારણે થનારા પ્રદૂષણ સામે લડવામાં દિલ્હીનાં લોકો સક્ષમ નથી.