નવી દિલ્હીઃ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટી પુરી તાકાત લગાવી રહી છે. એવામાં અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી પણ પંજાબમાં જોરદાર પ્રયાસ કરી રહી છે અને તેણે પોતાના ઘણા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઝી ન્યૂઝને એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ આપ્યો છે. જાણો શું કહ્યું અરવિંદ કેજરીવાલે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબમાં 14 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી


તમને જણાવી દઇએ કે પંજાબમાં બીજા તબક્કામાં એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવવાની છે. તેના પરીણામ 10 માર્ચના રોજ આવશે. 


પ્રશ્ન- કેજરીવાલ જી, તમે 100 થી વધુ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. શું તમે નર્વસ છો કે સંપૂર્ણ રીતે તૈયાર છો, વિશ્વાસ છે કે વિજય તમારો જ હશે?


જવાબ- ના, કોઈ નર્વસ નથી. તૈયારીની દ્રષ્ટિએ આ સારું છે. અમારા ઉમેદવારો વિસ્તારોમાં જઈને પ્રચાર કરશે.


પ્રશ્ન- કેજરીવાલ જી, ચાલો માની લઈએ કે અકાલી દળ તમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ભાજપ તમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ બલવીર સિંહ રાજેવાલ આ આરોપો કેમ લગાવી રહ્યા છે?


જવાબ- અમારા માટે  પંજાબની પ્રગતિ અને ખુશહાલી જરૂરી છે, અમે રાજેવાલ જી સાથે ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ તેઓ આવ્યા ત્યાં સુધીમાં અમે 90 ટિકિટ આપી દીધી હતી, તેથી હવે ટિકિટ કાપવી શક્ય નથી. તેથી ગઠબંધન થઈ શક્યું નહીં. તેથી તેઓ કદાચ નિવેદનબાજી કરી રહ્યા છે. 


પ્રશ્ન- કેજરીવાલનું પંજાબ મોડલ શું છે?


જવાબ- પંજાબ મોડલમાં અમે જનતાને ગેરંટી આપી છે. આ મોડલમાં સારું શિક્ષણ, બેઅદબી, રોજગાર વગેરે પર ભાર આપવામાં આવશે.


પ્રશ્ન- શું આગામી 1 મહિનામાં રાજકીય સમીકરણો બદલાશે?


જવાબ- આગામી એક મહિનો અમારા માટે પણ ક્રિટિકલ છે અને એક મહિનામાં વિપક્ષના લોકો સમીકરણો બદલવા માટે ઘણાં ષડયંત્રો રચશે અને જો આમ થશે તો પંજાબની જનતા જ તેનો જવાબ આપશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube