કેજરીવાલ સિંગાપુર જઈ શકશે નહીં, એલજીએ મંજૂરી આપવાનો ઈનકાર કર્યો; આપ્યું કારણ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિંગાપુર જઈ શકશે નહીં. ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ પ્રવાસને મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. એલજી ઓફિસે કહ્યું કે આ મેયરોનું સંમેલન છે.
નવી દિલ્હીઃ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સિંગાપુર યાત્રા સાથે જોડાયેલી ફાઇલને નકારી દીધી છે. ઉપરાજ્યપાલે કહ્યું કે મેયરના સંમેલનમાં ભાગ લેવો મુખ્યમંત્રી માટે યોગ્ય નથી.
આ વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે, તુષ્ટ રાજનીતિ હેઠળ અરવિંદ કેજરીવાલને સિંગાપુર જવા દેવામાં આવી રહ્યાં નથી. તેમણે કહ્યું કે, તે વિદેશ મંત્રાલય પાસેથી મુખ્યમંત્રી પોલિટિકલ ક્લીયરન્સ માંગશે. અમને આશા છે કે મંજૂરી મળી જશે.
આ પણ વાંચોઃ હાડ થીજવતી ઠંડીમાં કઈ રીતે સરહદની રક્ષા કરે છે સિયાચિનના શૂરવીરો? વાંચીની ભીની થઈ જશે આંખ
શું કહ્યું હતું કેજરીવાલે?
આ પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે પણ સિંગાપુર પ્રવાસને લઈને આવી રહેલી અડચણો પર કહ્યુ હતું કે હું કોઈ ગુનેગાર નથી, હું એક મુખ્યમંત્રી અને દેશનો એક સ્વતંત્ર નાગરિક છું. મને સિંગાપુર જતો રોકવાનો કોઈ કાયદાકીય આધાર નથી, તેથી તેની પાછળ કોઈ રાજકીય કારણ પ્રતીત થાય છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે કહ્યુ કે હું એક ચૂંટાયેલો ધારાસભ્ય છું. સમજાતું નથી કે મને કેમ રોકવામાં આવી રહ્યો છે. સિંગાપુર સરકારે મને દિલ્હી મોડલ0 સ્વાસ્થ્ય અને સ્કૂલોમાં સર્વિસના વિકાસ વિશે જણાવવા માટે બોલાવ્યો છે. તેનાથી દેશને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રોત્સાહન મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube