દુબઇથી કેરળ આવતા એર ઇન્ડિયાના વિમાનના બે ટુકડા, 16 લોકોના મોત, 138 ઘાયલ
કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પર લપસી ગયું. જેના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. રનવે પર વિમાનના લપસી જવાથી વિમાન ક્રેશ થયા બાદ એર ઇન્ડિયાના A737 બોઇંગ વિમાનના બે ટુકડા થઇ ગયા છે
તિરુવનંતપુરમ: કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પર લપસી ગયું. જેના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. રનવે પર વિમાનના લપસી જવાથી વિમાન ક્રેશ થયા બાદ એર ઇન્ડિયાના A737 બોઇંગ વિમાનના બે ટુકડા થઇ ગયા છે. વિમાન દુબઇથી આવતું હતું, આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા છે. જ્યારે 138 લોકો ઘાયલ થયા છે. વિમાનમાં કુલ 191 યાત્રી હતા જેમાંથી 174 યાત્રી, 10 નવજાત, બે પાયલટ અને 5 ક્રૂ મેમ્બર હતા.
આ પણ વાંચો:- 15 ઓગસ્ટના PM મોદી કરી શકે છે આ મોટી યોજનાની જાહેરાત, આ દિવસ સુધી રહેશે લાગૂ
અરલાઇન્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર દુબઇથી આવતું એર ઇન્ડિયા એક્સપ્રેસ પ્લેનના કોઝિકોડ એરપોર્ટ પર લપસી જવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે. ફ્લાઇટ IX 1344- સાંજના લગભઘ 7.40 મિનિટ પર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં 191 લોકો સવાર હતા. ભારે વરસાદના કારણે રનવે પર લેન્ડિંગ બાદ વિમાન લપસી ગયું અને ખીણમાં પડી ગયું અને વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.
સુશાંત સિંહ કેસ: કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપી અરજી, પક્ષકાર બનાવવાની કરી માંગ
ન્યુઝ એજન્સી રોયટર્સ અનુસાર આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે અને 35થી વધુ લોકો ઘાયલ થયા છે. એનડીઆરએફના ડાયરેક્ટ જનરલ એસએન પ્રધાનના જણાવ્યા અનુસાર એનડીઆરએફની ટીમ રાહત તેમજ બચાવ કાર્ય માટે રવાના થઇ ગઇ છે. એનડીઆરએફના 50 જવાનો ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા છે. મલ્લાપુરમથી એનડીઆરએફની ટીમ મોકલવામાં આવશે.
આ પણ વાંચો:- BJPએ કોંગ્રેસ પર લગાવ્યો મોટો આરોપ, ચીન સાથે કરાર પર માંગ્યો જવાબ
ડીજીસીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્રીય પર્યટન મંત્રી કેજે અલ્ફોંસે ટ્વીટ કરી કહ્યું કે, કેરળમાં એક દિવસમાં આ બીજી ઘટના સર્જાઇ છે. કોઝિકોડમાં વિમાન દુર્ધટના દરમિયાન તેના આગામી ભાગ ટૂટી ગયો. પાટલટનું મોત થયું છે. અનેક યાત્રીઓ ઘાયલ છે. તમામ યાત્રીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube