નવી દિલ્હીઃ રાજનેતાઓ દ્વારા સરકારી પૈસાનો દૂરઉપયોગ કોઈ નવી વાત નથી. હાલમાંજ બનેલી ઘટના અનુસાર કેરલ વિધાનસભાના અધ્યક્ષ પી શ્રીરામકૃષ્ણનની ચશ્માની કિંમતનો ખુલાસો થયો છે. એક આરટીઆઈમાં માંગેલી માહિતીમાં રામકૃષ્ણના ચશ્માની ખરીદીનો ખુલાસો થયો છે. અધ્યક્ષ સરકારી ખર્ચે 50 હજારના ચશ્મા બનાવ્યા છે. કોચ્ચીના એક વકીલ ડીબી બીનૂએ એક આરટીઆરમાં પ્રશ્ન કર્યો હતો કે શ્રીરામકૃષ્ણનના ચશ્મા કેટલાના છે, આરટીઆઈમાં જવાબ આપતા વિધાનસભા સચિવાલયે જણાવ્યું કે, વિધાનસભાના અધ્યક્ષના ચશ્મા પર 49 હજાર 900 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


45000 રૂપિયાનો છે ચશ્માનો લેન્ચ
આરટીઆઈમાં મળેલી જાણકારી પ્રમાણે 4900 રૂપિયાની ચશ્માની ફ્રેમ અને 45000 રૂપિયાના લેન્ચ છે. એટલું જ નહીં અધ્યક્ષની સારવારનો ખર્ચ પણ સરકારી ખજાનામાંથી કરવામાં આવ્યો છે. આરટીઆઈમાં થયેલા ખુલાસા પ્રમાણે 5 ઓક્ટોબર 2016થી 19 જાન્યુઆરી 2017 સુધી શ્રીરામકૃષ્ણનની સારવાર માટે સરકારી ખજાનામાંથી 4 લાખ 25 હજારનો ખર્ચ કરવામાં આવ્યો. આરટીઆઈમાં થયેલા ખુલાસા બાદ રામકૃષ્ણનને જવાબ આપતા કહ્યું કે તેણે ડોક્ટરની સલાહ પર આમ કર્યું. 



આરટીઆઈમાં મળી અપૂર્ણ જાણકારી
આરટીઆઈ કરનાર બીનૂનું કહેવું છે કે, તેણે વિધાનસભા અધ્યક્ષના તે મેડિકલ બીલોની કોપી મળી છે, જેની ચૂકવણી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, આરટીઆઈના જવાબમાં વિધાનસભા સચિવાલય દ્વારા  અધુરી જાણકારી આપવા વિરુદ્ધ રાજ્ય સૂચના આયોગમાં ફરિયાદ કરીશ. 


પ્રદેશના ઘણા મંત્રીઓ રહી ચૂક્યા છે વિવાદમાં



આ કોઈ પ્રથમ ઘટના નથી કે મંત્રીઓ પર સરકારી પૈસાના ગેરઉપયોગનો આરોપ લાગ્યો હોય, આ પહેલા સ્વાસ્થ્ય મંત્રી રહેતા શૈલજાનું નામ સામે આવ્યું હતું, જેણે સરકારી ખજાનામાંથી ચશ્માના 28000 ચૂકવ્યા હતા. તેમ પણ જાણવા મળ્યું હતું કે શૈલજાએ પોતાના પતિની શારવાર માટે સરકારી રૂપિયાનો ખર્ચ કર્યો હતો.