સારા કામનું ઈનામ! Compony હોય તો આવી, બેસ્ટ કર્મચારીને 57 લાખની મર્સિડીઝ લક્ઝરી સેડાન આપી ભેટ
Mercedes Car Gift Viral Photo: કેરલની એક આઈટી કંપનીએ પોતાના એક કર્મચારીને મર્સિડીઝ બેંઝ સી-ક્લાસ લક્ઝરી સેડાન ગિફ્ટ કરી છે, જેની કિંમત 57 લાખ રૂપિયા છે. તેને કહેવાય છે કે ઈમાનદારીથી કામ કરવાનું પરિણામ.
નવી દિલ્હીઃ Achchha Kaam Karne Par Mercedes Car Gift: મૂલ્યાંકનની સિઝન શરૂ થઈ ગઈ છે અને આવી સ્થિતિમાં તમામ કંપનીઓના કર્મચારીઓ પૂરા દિલથી કામમાં વ્યસ્ત છે, પરંતુ કહેવાય છે કે લોકો આખા વર્ષ દરમિયાન કરેલી મહેનતનું પરિણામ એપ્રિલ- મેમાં દેખાય છે. આનું ઉત્તમ ઉદાહરણ કેરળના ક્લિન્ટ એન્ટની છે, જેમને છેલ્લા 11 વર્ષથી તેમની વફાદારી અને ઉચ્ચ પ્રદર્શન માટે કંપની દ્વારા રૂ. 57 લાખની કિંમતની લક્ઝરી સેડાન મર્સિડીઝ બેન્ઝ સી-ક્લાસ ભેટમાં આપવામાં આવી છે. એવા ઘણા અહેવાલો છે કે કંપનીએ તેના કર્મચારીઓને ખુશીથી 10-20 લાખની કાર ગિફ્ટ કરી છે, પરંતુ કેરળની આ IT કંપનીએ તેના એક ખાસ કર્મચારીને એક મોંઘી લક્ઝરી કાર ગિફ્ટ કરી છે.
કંપનીની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી
ક્લિન્ટ એન્ટની IT કંપનીની શરૂઆત સાથે વર્ષ 2012 માં પ્રથમ કર્મચારી તરીકે Webandcraftમાં જોડાયા હતા અને તેઓ છેલ્લા 11 વર્ષથી કંપનીના સૌથી વફાદાર અને હાઈ પર્ફોમર કર્મચારી હતા, જે કંપનીને ખૂબ ઊંચાઈએ લઈ જવામાં સફળ રહ્યાં હતા. હાલમાં, એન્ટની આ વૈશ્વિક IT સોલ્યુશન પ્રદાન કરતી કંપનીમાં ચીફ ક્રિએટિવ ઓફિસર તરીકે કામ કરી રહ્યા છે. કંપનીના સ્થાપક અને સીઈઓનું કહેવું છે કે ક્લિન્ટે એક વફાદાર કર્મચારી તરીકે કંપનીની સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને અમે તેમને લક્ઝરી સેડાનની ભેટ આપી એમની કામગીરીને બિરદાવી રહ્યાં છીએ.
આ પણ વાંચોઃ ઉદયપુરમાં PNB લોકર ખોલતા જ યુવતીએ ચીસો પાડી, લાખો રૂપિયા ઉઘઈ ખાઈ ગઈ
મર્સિડીઝ લક્ઝરી સેડાન
તમને જણાવી દઈએ કે ક્લિન્ટ એન્ટનીને ગિફ્ટ કરવામાં આવેલી મર્સિડીઝ બેન્ઝ સી-ક્લાસની કિંમત લગભગ 57 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ લક્ઝરી સેડાન 1496 થી 1993 cc સુધીના પેટ્રોલ અને ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 300 bhp સુધીનો પાવર અને 550 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. રિયર વ્હીલ ડ્રાઇવવાળી આ કારની ટોપ સ્પીડ 250 kmph છે. જો તમે પણ કોઈ કંપનીમાં કામ કરી રહ્યા છો અને તમારું કામ ઈમાનદારીથી કરશો તો તમને પરિણામ પણ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube