તિરુવનંતપુરમ: લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર ઈજાગ્રસ્ત થયા છે. એવા અહેવાલો છે કે થરૂર તિરુવનંતપુરમમાં પોતાના ચૂંટણી કાર્યક્રમ દરમિયાન મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યા હતાં, ત્યારે તેમને ઈજા થઈ. શશિ થરૂરને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં. થરૂરના માથામાં ઈજા થઈ છે. તેમના માથામાં 6 ટાંકા આવ્યાં છે. ડોક્ટરોનું કહેવું છે કે તેઓ હવે આઉટ ઓફ ડેન્જર છે. શશિ થરૂર એક વાર ફરીથી તેરુવનંતપુરમ બેઠકથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે ભાજપના કુમ્મનમ રાજશેખરન અને સીપીઆઈના કેસી દિવાકરન મેદાનમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતાજીના આ મંદિરેથી PM મોદીને મળ્યાં મોટા ખુશખબર, વિરોધીઓને લાગશે આઘાત


તુલાભારમના સંસ્કાર દરમિયાન થઈ ઈજા
કેરળના રીતિ રિવાજો મુજબ તુલાભારમ સંસ્કાર મંદિરમાં થાય છે.  જેમાં ત્રાજવાના એક પલડામાં વ્યક્તિને બેસાડવામાં આવે છે અને બીજા પલડામાં કોઈ ભારે વસ્તુ રાખવામાં આવે છે. આ વસ્તુઓમાં લાડુ, મીઠાઈ, ફળ, સિક્કા વગેરે હોઈ શકે છે. જે સમયે આ સંસ્કાર વિધિ ચાલી રહી હતી ત્યારે જ ત્રાજવાની ચેન તૂટી અને કોંગ્રેસના નેતાના માથે વાગ્યું. શશિ થરૂર પોતાના પ્રચાર અભિયાન દરમિયાન આવા અનેક કાર્યક્રમોમાં સતત ભાગ લઈ રહ્યાં છે. 11 એપ્રિલના રોજ તેમણે આવા જ એક કાર્યક્રમની તસવીરો પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કરી હતી. 


'ચોકીદાર ચોર' મામલે સુપ્રીમ કોર્ટની રાહુલ ગાંધીને નોટિસ, 22 એપ્રિલ સુધીમાં આપવો પડશે જવાબ


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...