તિરુવનંતપુરમ : કેરળમાં હાલના સમયે સદીનું સૌથી ભયાનક પુર આવ્યું છે. છેલ્લા 20 દિવસોથી પુરના કારણે આશરે 154થી વધારે લોકોનાં મોત થઇ ચુક્યા છે. કેરળમાં એક ડઝન કરતા વધારે હેલિકોપ્ટર, સેંકડો સંરક્ષણ કર્મચારીઓ, એનડીઆરએફની ટીમો અને માછીમારોએ શુક્રવારે મોટાપાયે બચાવકાર્ય ચાલુ કર્યું. જો કે શુક્રવારે સવારે ઘણા જિલ્લાઓમાં વરસાદની સ્પીડ ઓછી થઇ છે. પેરિયાર અને તેની સહાયક નદીઓમાં બેકાંઠે વહી રહી છે જેના કારણે એર્નાકુલમ અને ત્રિશનાં ઘણા વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે. પરાવુર, કલાડી, ચાલાકુડી, પેરુ, બવૂર, મુવાતુપુઝાનો સમાવેશ થાય છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળની મદદ માટે લોકો આગળ આવી રહ્યા છે. દરેક વ્યક્તિ દરેક શક્ય મદદ કરી રહ્યા છે. શું સામાન્ય અને શું ખાસ છે. એવામાં કેરળનાં કેટલાક આઇએએસ અધિકારીઓની આવી તસ્વીરો વાયરલ થઇ રહી છે જેમાં તેઓ પુર પ્રભાવિતોની મદદ માટે ખભે ચોખાની બોરીઓ ઉચકીને જઇ રહ્યા છે. સ્પેશ્ય ઓફીસર જીરાજામનીયમ સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે અને સબ કલેક્ટર એનએસકે ઉમેશ પોતાના ખભા પર ચોખાની બોરી મુકીને જઇ રહ્યા છે. આ લોકોની સોશિયલ મીડિયા પર ખુબ વાહવાહ થઇ રહી છે. 

એટલું જ નહી પદ્મનાભપુરમનાં આઇએએસ અધિકારી રાજગોપાલ સુનાકારા પુરપીડિત વિસ્તારમાં જઇને ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે. તેમના બાળકોને પોતના ખભા પર લઇને બાળકોને સુરક્ષીત સ્થળ પર લઇ જતા જોવા મળી રહ્યા છે. 



હજારો લોકો હજી પણ ઉંચી ઇમારતોના આશરે
હજારો લોકો હજી પણ ઉંચી ઇમારતો પર બેઠા છે અને તેમને બચાવવામાં આવે તેની રાહ જોઇ રહ્યા છે.માત્ર એર્નાકુલમ અને ત્રિશૂર શિબિરોમાં જ 50 હજારથી વધારે લોકો ફસાયેલા છે. વિજયને શુક્રવારે કહ્યું કે, સમગ્ર રાજ્યમાં 1568 રાહત શિબિરોમાં 2.25 લાખ લોકો રહી રહ્યા છે. મધ્ય કેરળનાં પત્તનમતિટ્ટા જિલ્લો સૌથી વધારે પ્રભાવિત થયો છે. અહીં પંબા નદી ગાંડીતુર થઇને વહી રહી છે જેનાં કારણે રાની અને કોઝેનચેરી જેવા ગામો સંપુર્ણ જળમગ્ન છે.