નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેરળના વિનાશક પૂરને રાષ્ટ્રિય અપત્તિ જાહેર ન કરવાને બદલે 'ગંભીર કુદરતી આફત' જાહેર કર્યું છે. રાજ્યસભાનાના સભાપતતિ એમ. વેંકૈયા નયડુ અને લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે, કેરળમાં પૂરની તીવ્રતા અને પરિણામને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેને ગંભીર કુદરતી આફત જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળમાં આવેલા પૂર અને ભૂસ્ખલનની વિનાશક્તાને જોતાં તે તમામ વ્યવહારિક ઉદ્દેશ્યો માટે ગંભીર પ્રકારની એક કુદરતી આફત છે. કેરળ સદીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે, જેમાં 370થી વધુ લોકોનાં મોત થયાં છે અને હજારો લોકો વિસ્થાપિત થઈ ગયા છે. 


નાયડુ અને મહાજને જણાવ્યું કે, તેમણે પોતાનો એક મહિનાનો પગાર કેરળમાં રાહત અને પુનર્વસન માટે દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. તેમણે બધા જ સાંસદોને પણ એક મહિનાનો પગાર દાનમાં આપવાની અપીલ કરી છે. 



ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ કેરળના પૂરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માગ કરી હતી. 


આ બાજુ કેન્દ્ર સરકારે પણ આજે કેરળ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની આફતને 'રાષ્ટ્રીય આફત' જાહેર કરવાની કોઈ બંધારણીય જોગવાઈ નથી. આપત્તી પ્રબંધન અધિનિયમ 2005 મુજબ કોઈ પણ આફતને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. કેરળની માગને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માગ અંગે દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે તરફથી એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી.