નવી દિલ્હી : કેરળમાં આવેલા ભીષણ પુરમાં 373 લોકોનાં જીવ જતા રહ્યા. હવે રાજ્યએ તેના માટે તમિલનાડુને દોષીત ઠેરવ્યા છે. કેરળનું કહેવું છે કે તમિલનાડુએ મુલ્લાપેરિયાર બંધનું પાણીના સ્તરને ઘટાડવાનો ઇન્કાર કરી દીધો હતો. ગુરૂવારે સુપ્રીમ કોર્ટે દાખલ એક હલફનામામાં પિનરાયી વિજયન સરકારે કહ્યું કે, મુલ્લાપેરિયાર બાંધથી અચાનક પાણી છોડવાનાં કારણે રાજ્યમાં જળપ્રલય આવ્યો. આ સાથે જ કેરળ સરકારે હલફનામામાં જણાવ્યું કે, તમિલનાડુ સાથે ઘણી વાર બંધનું જળસ્તર 142 ફુટથી 139 ફુટ કરવાની અપીલ કરવામાં આવી જો કે તમિલનાડુએ તેને ફગાવી દીધી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે મુલ્લેપેરિયાર બંધ કેરળમાં આવેલ છે, જો કે તેનું સંચાલન તમિલનાડુના દ્વારા કરવામાં આવે છે, કેરળ લાંબા સમયથી થઇ રહેલ પાણીની રિસાવના કારણે બંધ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. ઇડુક્કીમાં ભારે વરસાદ બાદ 15 ઓગષ્ટે જળસ્તર 142 ફુટનાં નિશાન પરથી ઉપર પહોંચ્યા બાદ બંધના દ્વારા ખોલવામાં આવ્યા. 

કેરળ સરકારનાં હલફનામા પરથી જાણવા મળ્યું છે કે રાજ્ય સરકાર પુરના પાણીનો એખ મોટો હિસ્સો સમુદ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી હતી. આ ઇડુક્કી અને ઇમદમલયારમાં બે સૌથી મોટા જળાશયોનો ફેલાવા પર સખત સંચાલન નિયંત્રણને લાગુ કરીને કરવામાં આવ્યું હતું. તેમાં આગળ કહેવામાં આવ્યું કે, પેરિયાર બેસિનનાં ત્રીજા સૌથી મોટા મુલ્લોપેરિયાર બંધથી અચાનક પાણી છોડવાના કારણે કેરળ સરકાર ઇડુક્કી બંધથી વધારે પાણી છોડવા માટે મજબુર થયા જો રાજ્યામાં આવેલા જળપ્રલયના મુખ્યકારણોમાંથી એક છે. 

તમિલનાડુ સરકારે જણાવ્યું કે, 2014માં સુપ્રીમ કોર્ટે બંધનું જળસ્તર 142 ફુટ સુધી વધારવાની રાજ્યની પરવાનગી આપી હતી. બંધનુ સંચાલનનાં મુદ્દે તમિલાનાડુ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો રજુ કરશે. ઉલ્લેખનીય છે પોતે વિજયન સરકાર પર જ બંધ યોગ્ય પદ્ધતીથી નહી ખોલવાનો આરોપ લગાવી રહ્યા છે, કેરળના વિપક્ષી દળોને રાજ્યમાં આવેલા પુરને માનવ નિર્મિત પુર ગણાવ્યું હતું. 

કેરળ વિધાનસભામાં વિપક્ષનાં નેતા રમેશ ચેનિથલાએ તે પરિસ્થિતીઓની ન્યાયીક તપાસની માંગ કરી  છે, જેના કારણે એક સાથે 40 બંધના દ્વાર ખોલવા પડ્યા. તેમણે કહ્યું કે, સરકારને આ વાત કોઇ માહિતી નહોતી કે જ્યારે પમ્બા નદીના નવ બંધ, ઇડુક્કીમાં પેરિયાર અને એર્નાકુલમ જિલ્લામાં 11 બંધ અને ત્રિસ્સૂર ચાલાકુડી નદીનાં 6 બંધોને ખોલવામાં આવશે તો ક્યાં-ક્યાં પુર આવશે.