તિરુવનંતપુરમ : કેરળમાં વરસાદની અછત અને પુરનું પાણી ઉતરવા છતા રાજ્યની સમસ્યા ઘટી નથી. પુર અને ભુસ્ખલનથી આઠ ઓગષ્ટ બાદથી રાજ્યમાં 230 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં હાલ રાહત શિબિરોમાં રહી રહેલા 13 લાખ લોકોની સામે અનિશ્ચિતતાની સ્થિતી છે અને તેમને પોતાનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે. પોતાની આંખોમાં આંસુ સાથે એક વૃદ્ધ મહિલાએ કહ્યું કે, બધુ જ ખતમ થઇ ચુક્યું છે. અમે બર્બાદ થઇ ચુક્યા છીએ. ઘણા ઘરો હજી પણ જળમગ્ન છે અને જે નથી તેમાંથી દરેક તુટેલુ ફુટેલું અને વિખરાયેલું પડ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહત શિબિરમાં રહી રહેલ સંબિતાએ કહ્યું કે, ઘરના નામે તેની પાસે એક નાનકડી ઝુંપડી હતી અને વરસાદનું પાણીમાં તે પણ વહી ચુકી છે. તેમણે કહ્યું કે, હું પોતાનાં બાળકની સાથે સુઇ રહી હતી, તે દરમિયાન કીચ્ચડવાળુ પાણી મારા ઘરમાં ઘુસી આવ્યું હતું. હું મારા બાળકો સાથે ત્યાંતી નિકળી ગઇ. ચેલ્લન ઓણમની તૈયારી કરી રહી હતી અને તે સમયે વિભીષીકા આવી ગઇ. તેમણે કહ્યું કે, મે ઓણમ માટે ચોખા, નારિયેળ અને કેટલાક અન્ય વસ્તીઓ ખરીદી લીધી હતી. જો કે તે બધુ જ પાણી સાથે વહી ગયું. 


પુરનું પાણી ઉતર્યા બાદ ચાલુ થયું સફાઇનું સૌથી મુશ્કેલ કામ
ભયંકર વરસાદ અને ભીષણ પુરનો સામનો કર્યા બાદ કેરળ સરકાર તે તમામ સ્થળો પર સફાઇનું કામ કરી રહી છે જ્યાંથી પાણી ઉતરી ચુક્યું છે. દેશનાં સૌથી દક્ષિણ છેડા પર આવેલા આ રાજ્યમાં પુરના પ્રકોપથી 231 લોકોનાં જીવ લીધા છે અને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન પણ થયું છે. અધિકારીક સુત્રોએ ગુરૂવારે જણાવ્યું કે, રાજ્ય સરકારમાં પુરનું પાણી ઉતર્યા બાદ મકાનો, જાહેર સ્થળો અને અન્ય સ્થળો પર જમા થયેલા કાટમાળની સફાઇ ચલાવાઇ રહી છે. આ ઉપરાંત લક્ષ્ય સંપુર્ણ રાજ્યમાં સફાઇ પ્રક્રિયા પર નજર કરી રહી છે. સફાઇની જવાબદારી સ્થાનિક એકમોને સોંપવામાં આવી છે.