નવી દિલ્હીઃ કેરળની સરકારે મંગળવારે તેમના ત્યાં નિપાહ વાયરસનો પોઝિટીવ દર્દી હોવાનું જાહેર કર્યું છે. કેરળના આરોગ્ય મંત્રી કે.કે. શૈલજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "પુણેની વાયરોલોજી ઈન્સ્ટીટ્યુટના રિપોર્ટમાં કોચીના એર્નાકુલમના એક વ્યક્તિમાં નિપાહ વાયરસ પોઝિટીવ હોવાનું જણાવાયું છે." આ રિપોર્ટ અનુસાર, 23 વર્ષનો એક એન્જિનિયરિંગના વિદ્યાર્થીને એર્નાકુલમમાં આઈસોલેશન વોર્ડમાં શીફ્ટ કરાયો છે. નિપાહ વાયરસે તેના મગજ પર અસર કરી છે. 


આરોગ્ય મંત્રી શૈલજાએ વધુમાં જણાવ્યું કે, આ વિદ્યાર્થી જે 86 લોકોના સંપર્કમાં આવ્યો છે એ તમામની યાદી તૈયાર કરી લેવાઈ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ મુકવામાં આવ્યા છે. કેરળના આરોગ્ય વિભાગે નિપાહ વાયરસનો સામનો કરવા માટે પ્રાથમિક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. શૈલજાએ તિરુવનંતપુરમમાં જણાવ્યું કે, કોચ્ચીની કલામસેરી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...