Kerala Heavy Rain: કેરલમાં ભારે વરસાદના લીધે ઘણા વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અરબ સાગરમાં શરૂ થયું લો પ્રેશર એરિયા હવે કેરલ તટ પર પહોંચી ગયું છે, ત્યારબાદ દક્ષિણ અને સેન્ટ્રલ કેરલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્રિવેંદ્રમ, કોલ્લમ, પદનમટિટ્ટા, ઇદુકી જિલ્લામાં નદીઓ, કેનાલ હાઇલેવલ પર છે. અત્યાર સુધી જિલ્લામાં જ 6 લોકોના મોત થયા છે અને 13 હજુ સુધી ગુમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોટ્ટાયમમાં ઘણા ઘર પાણીમાં વહી ગયા છે. પદનમટિટ્તા, એર્નાકુલમ, કોટ્ટાયમ, ઇદુક્કી, ત્રિસૂર જિલ્લામાં આગામી બે દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પદનમટિટ્ટામાં ભારે વરસાદના પમ્બા નદી હાઇલેવલ પર છે. કાલે અહીં સબરીમાલા મંદિર પણ ખુલી રહ્યું છે જ્યાં હજારો શ્રદ્ધાળુ પહોંચે છે. પરંતુ આ દરમિયાન પૂર જેવી સ્થિતિ પેદા થઇ છે. તો બીજી ત્રિવેન્દ્રમ, કોલ્લમ, અલપુલા, પાલક્કાડ, મલપ્પુરમ, કોલિકોડ અને વાયનાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

LPG સિલિન્ડરના બુકિંગ પર મળી રહ્યું છે 2700 રૂપિયા સુધીનું કેશબેક, આ રીતે ઉઠાવો લાભ


રવિવારે અને સોમવારે પણ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે. કોટ્ટાયમમાં એક બસ વરસાદના લીધે ફસાઇ ગઇ. જોકે બસમાં સવાર તમામ લોકોને સુરક્ષિત નિકાળી લેવામાં આવ્યા. આ દરમિયાન આર્મીની એક કોલમ કોટ્ટાયમમાં અને એક ત્રિવેંદ્રમએ ડિપ્લોય કરવામાં આવ્યું છે. 


તો બીજી તરફ રાજ્યમાં 7 એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. એરફોર્સ પણ હાલ સ્ટેન્ડબાય પર છે. Mi 17 અને સારંગ હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય પર છે. ઇદુક્કિ, વાયનાડ અને પદનમટિટ્ટામાં ઘણી જગ્યાએ લેન્ડ સ્લાઇડ થયા છે જેના લીધે ઘણા ઘર વહી ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube