3 દિવસ સુધી પહાડની બખોલમાં ફસાયેલો રહ્યો યુવક, ફોર્સની મદદથી આ રીતે બચ્યો જીવ
કેરળમાં ત્રણ દિવસથી પહાડની બખોલમાં ફસાયેલા યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયો છે અને તેને સીધો હોસ્પિટલ ખસેડાયો છે.
તિરુવનંતપુરમ: કેરળમાં ત્રણ દિવસથી પહાડની બખોલમાં ફસાયેલા યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયો છે અને તેને સીધો હોસ્પિટલ ખસેડાયો છે. ભારતીય સેના અને વાયુસેનાના જોઈન્ટ ઓપરેશન બાદ યુવકને રસ્સીના સહારે ઉપર ખેંચવામાં આવ્યો. યુવક બે પહાડીઓ વચ્ચે ફસાઈ ગયો હતો.
પહાડીઓ વચ્ચે કેવી રીતે ફસાયો યુવક
કેરળમાં 3 દિવસ પહેલા ટ્રેકિંગ પર ગયેલા આર બાબુ નામના આ યુવકનો પગ લપસી ગયો હતો અને તે બે પહાડીઓ વચ્ચે ફસાઈ ગયો. ત્યારબાદ બાબુએ પોતે આ દુર્ઘટનાની સૂચના નીચે તેની રાહ જોઈ રહેલા લોકોને આપી. કેરળના પલક્કડ જિલ્લામાં ટ્રેકિંગ પર ગયેલો બાબુ પહાડીમાં એ રીતે ફસાઈ ગયો કે આ ઘટના પોતે જીવનભર ભૂલી શકશે નહીં.
સાથીઓએ બચાવવાની કોશિશ કરી
આર બાબુના પડતા જ પહેલા તો તેના સાથીઓએ તેને બચાવવાની કોશિશ કરી. પરંતુ જ્યારે તેઓ સફળ ન થયા તો તેમણે સ્થાનિક પ્રશાસનને તેની સૂચના આપી. સોમવાર રાત સુધીમાં સફળતા ન મળતા મંગળવારે ફરીથી કોશિશ કરાઈ. પણ સફળ ન થયા.
2 દિવસ સુધી ભૂખ્યો રહ્યો
લગભગ બે દિવસ સુધી આર બાબુને ખાવાનું અને પાણી ન મળ્યું. ત્યારબાદ સ્થાનિક વિધાયક એ.પ્રભાકરને મુખ્યમંત્રી અને જિલ્લાના મંત્રી કૃષ્ણનકુટ્ટી સાથે મુલાકાત કરી તેમને આ સ્થિતિથી માહિતગાર કર્યા.
રેસ્ક્યૂમાં આવી આ મુશ્કેલી
બાબુના રેસ્ક્યૂ માટે NDRF ની સાથે અનેક ટીમો લાગી હતી. પરંતુ સીધી ચડાઈ પહાડ પર શક્ય નહતી થઈ શકતી. આ દરમિયાન મંગળવારે હેલિકોપ્ટરની મદદ પણ લેવાઈ હતી પરંતુ સફળતા ન મળી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube