10th નાપાસ સ્ટૂડન્ટ્સ Free માં ફરી શકશે Hill Station, માત્ર કરવાનું રહેશે આ કામ
10th માં બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ (Students) તમિલનાડુના (Tamil Nadu) લોકપ્રિય હિલ સ્ટેશન (Hill Station) કોડાઇકનાલ (Kodaikanal) પર તેમના માતાપિતા સાથે ફરવા જઈ શકે છે
ચેન્નાઈ: 10th માં બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ (Students) તમિલનાડુના (Tamil Nadu) લોકપ્રિય હિલ સ્ટેશન (Hill Station) કોડાઇકનાલ (Kodaikanal) પર તેમના માતાપિતા સાથે ફરવા જઈ શકે છે. ખાસ વાત એ છે કે આ સમય દરમિયાન તમારે એક રૂપિયો પણ ખર્ચ કરવો નહીં પડે. કેરળમાં રહેતા સુદીશ કે (Sudheesh K) પ્રવાસ દરમિયાન તમામ ખર્ચ ઉઠાવશે.
ફ્રી હશે 2 દિવસનો પ્રવાસ
સુદીશ કહે છે કે, પરીક્ષામાં નાપાસ થવું એ ઘણીવાર બાળકોનું મનોબળ તોડી નાખે છે, અને તેઓ હતાશ થઈ જાય છે. પરંતુ આ અનોખી યુક્તિથી માત્ર તેમનો મૂડ બદલાશે જ નહીં પણ તેમને ફરવાનો પણ મોકો મળશે. તેથી જ મેં આવા વિદ્યાર્થીઓ માટેની ઓફર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે. TNIE ના અહેવાલ મુજબ સુદીશ કહે છે કે તે આ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા પ્રમાણે દરેક શક્ય રીતે મદદ કરવા માંગે છે.
આ પણ વાંચો:- Salman Khan અધધધ... રૂપિયાનો માલિક, સંપત્તિનો આકંડો જાણી ચોંકી ઉઠશો
સાથે રાખવું પડશે SSLC સર્ટિફિકેટ
એવું કહેવામાં આવી રહ્યું છે કે સુદીશ પાસે અહીં ઘણી સંપત્તિઓ છે જેમાં કોડાઇકનાલમાં ધ હેમક હોમસ્ટેજ (The Hammack Homestage) સામેલ છે. જે વિદ્યાર્થીઓ 10 માં ધોરણમાં નાપાસ થયા છે તેઓ અહીં આવીને બે દિવસ રહી શકે છે. તેમને ફક્ત તેમનું SSLC પ્રમાણપત્ર બતાવવું પડશે, જેમાં તે લખેલું હોવું જોઈએ કે તેઓ પરીક્ષામાં નાપાસ થયા છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, 'જ્યારે 10 ના પરિણામો જાહેર થયા છે ત્યારથી સોશિયલ મીડિયા પર ઘણી સફળતાની વાતો ચાલે છે. સામાન્ય રીતે આપણે તેની બીજી બાજુ જોતા નથી. એક વિભાગ છે, જે નાપાસ થવા માટે બહિષ્કાર અને ઉપહાસનો સામનો કરી રહ્યો છે.'
આ પણ વાંચો:- SBI માં આ પોસ્ટ્સ માટે વેકેન્સી, જલદીથી કરો અરજી મળશે સારો પગાર
જુલાઈના અંત સુધી ઉપલબ્ધ રહેશે ઓફર
તેઓ આ વાતનું પુનરાવર્તન કરે છે કે ઘણી વખત માતાપિતા તેમના બાળકોની તુલના વધુ સારું પ્રદર્શન કરનારા સાથે કરે છે. આવી સ્થિતિમાં, બાળકોને તેમની નિષ્ફળતાનો સામનો કરવો વધુ મુશ્કેલ બને છે. જો કે, પર્વતોની શાંતિ વચ્ચે, બાળકો સંભવત શાંતિ મેળવી શકશે અને તેઓ તેમના તણાવપૂર્ણ જીવનમાંથી મુક્તિ મેળવશે. ઉપરાંત, તેઓ આવી પરિસ્થિતિઓને વધુ સારી રીતે સામનો કરી શકશે. સુદીશ દ્વારા આપવામાં આવેલી ઓફર જુલાઈના અંત સુધી ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube