તિરૂવનંતપુરમઃ ફેસબુક પર સંબંધીઓ વચ્ચે એક દર્દનાક મજાકે ત્રણ લોકોના જીવ લઈ લીધા છે. મરનારમાં એક નવજાત બાળક પણ સામેલ છે. એક ત્યજી દીધેલા બાળકના સંબંધમાં કેરલ પોલીસની તપાસમાં આ ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરલના કોલ્લમ જિલ્લામાં આ વર્ષે જાન્યુઆરીમાં જન્મના થોડા કલાકો બાદ એક નવજાત બાળક પાંદડાના ઢગલામાંથી મળ્યું હતું. નવજાતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેનું મોત થયું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે કોલ્લમના કલ્લૂવથુક્કલ ગામની નિવાસી રેશમા નવજાતની માતા છે. મહિલાની જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી. 


તપાસ દરમિયાન રેશમાએ પૂછપરછમાં જણાવ્યું કે ફેસબુક પર આનંદૂ નામની વ્યક્તિ સાથે તેની મિત્રતા થઈ અને વ્યક્તિની સાથે રહેવા માટે તેણે પોતાના બાળકનું મરવા માટે છોડી દીધું હતું. પરંતુ તે આનંદૂને ક્યારેય મળી નહતી. 


આ પણ વાંચોઃ ઘાટીમાં સુરક્ષાદળો માટે નવો પડકાર બન્યા હાઈબ્રિડ આતંકવાદી, જાણો કઈ રીતે આપે છે ઘટનાને અંજામ  


પોલીસ અનુસાર મહિલાના લગ્ન વિષ્ણ નામના વ્યક્તિ સાથે થયા હતા. મહિલાએ તેને કે તેના પરિવારના કોઈ સભ્યને ક્યારેય જણાવ્યું નહીં કે તે માતા બનવાની છે. મહિલાના ફેસબુક મિત્રની તપાસ દરમિયાન પોલીસે મહિલાની નણંદ આર્યા અને ભાણેજ ગ્રીષ્માને પૂછપરછ માટે બોલાવ્યા હતા. 


પોલીસે તેને એટલા માટે બોલાવ્યા કારણ કે રેશમા પોતાના ઘણા ફેસબુક એકાઉન્ટમાંથી એકને આર્યાના નામે લીધેલા સીમ પર ચલાવતી હતી. પરંતુ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે બન્ને મહિલાઓ (આર્યા અને ગ્રિષ્મા) એ કથિત રૂપથી નદીમાં કુદીને આપઘાત કરી લીધો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, બાદમાં પોલીસે ગ્રીષ્માના એક પુરૂષ મિત્રની પૂછપરછ કરી જેમાં ખુલાસો થયો કે આર્યા અને ગ્રીષ્માએ આનંદૂ નામથી એક નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને તે રેશમાની મજાક કરતી હતી. 


આ પણ વાંચોઃ બધા ભારતીયોનું DNA એક, લિંચિંગમાં સામેલ લોકો હિન્દુત્વ વિરુદ્ધઃ મોહન ભાગવત


પોલીસને જાણવા મળ્યું કે, કથિત રૂપથી આત્મહત્યા પહેલા આર્યાએ પોતાની સાસુને આ મજાક વિશે જણાવ્યું હતું. આર્યાના પતિએ બાદમાં મીડિયાને જણાવ્યું કે તે પોલીસનો આભારી છે કે જેણે તે જાણવાકી મેળવી કે આખરે તેની પત્નીએ કેમ જીવ આપી દીધો. તેણે કહ્યું કે, તેને આ મજાક વિશે ખ્યાલ પણ નહતો. રેશમાની ધરપકડના સમાચાર સાંભળી વિદેશથી પરત આવેલા તેના પતિએ જણાવ્યુ કે જો તેને કોઈએ આ વિશે જાણ કરી હોત તો તે આ ઘટના બનતા રોકી શક્યો હોત. પોલીસે કહ્યું કે, વર્તમાનમાં કોવિડ-19 સંક્રમિત હોવાને કારણે રેશમા એક આઇસોલેશન સેન્ટરમાં ન્યાયીક કસ્ટડીમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube