નવી દિલ્હીઃ દેશની પ્રથમ કોરોના દર્દીને બીજીવાર સંક્રમણ થયું છે. દેશમાં પ્રથમ કોવિડ કેસ એક મેડિકલ વિદ્યાર્થિનીનો હતો, જે પાછલા વર્ષે જાન્યુઆરીમાં ચીનના વુહાનથી પોતાના ગૃહનગર ત્રિશૂર આવી હતી. મંગળવારના રિપોર્ટ પ્રમાણે દોઢ વર્ષ બાદ તે ફરી કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. 


ત્રિશૂરના ડીએમઓ ડો. કેજે રીનાએ જણાવ્યું, તેનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ છે, જ્યારે એન્ટીજન નેગેટિવ. તેને લક્ષણો વગરનું સંક્રમણ થયું છે. ચિકિત્સા અધિકારીઓ અનુસાર તે દિલ્હીની હવાઈ યાત્રા કરવા ઈચ્છતી હતી અને તેના માટે તેનો કોવિડ ટેસ્ટ થયો. ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ બધા ચોંકી ગયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube