નવી દિલ્હીઃ કેરળનાં મહિલા પોલીસ અધિકારી અર્પણા લવકુમાર આજકાલ સોશિયલ મીડિયાનું સેન્સેશન બનેલાં છે. જેનું કારણ, કેન્સરના દર્દીઓ માટે તેમણે આપેલું પોતાના વાળનું બલિદાન છે. અપર્ણાને અગાઉ લાંબા વાળ હતા. તેમણે કેન્સરના દર્દીઓને દાનમાં આપવા માટે પોતાના વાળ કપાવી નાખ્યા હતા. 


પોતાના પોલીસ અધિકારી દ્વારા આટલું ઉત્તમ કાર્ય કરવાનું જાણ્યા પછી કેરળ પોલીસે પણ ટ્વીટર હેન્ડલ પર અપર્ણાને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તેમણે અપર્ણાનો 'પહેલા અને પછી'નો ફોટો પણ શેર કર્યો છે. જેમાં એક ફોટામાં અપર્ણાના લાંબા વાળ છે અને બીજા ફોટામાં એ લાંબા વાળ કપાવ્યા પછી પોલીસ ડ્રેસમાં અપર્ણાએ પડાવેલો ફોટો છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....