નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ માટે અપીલ કરી છે. થોડી જ વારમાં ઈન્કમ ટેક્સ વિભાગે પીટરસનના ટ્વીટનો જવાબ આપ્યો છે. ખરેખર કેવિન પીટરસનનું પાન કાર્ડ ખોવાઈ ગયું છે અને તેણે સોમવારે ભારત આવવું પડશે. આ કારણે તેણે ભારત અને પીએમ મોદી પાસે મદદ માંગી છે.


કેવિન પીટરસને ટ્વિટ કરીને માંગી હતી મદદ
કેવિન પીટરસને મંગળવારે PAN કાર્ડ ખોવાઈ જવા અંગે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ટ્વિટ કર્યું, 'ભારત કૃપા કરીને મદદ કરે. મારું પાન કાર્ડ ક્યાંક ખોવાઈ ગયું છે અને મારે સોમવારે ભારત આવવાનું છે, પરંતુ કામ માટે ફિઝિકલ કાર્ડની જરૂર છે. શું કૃપા કરીને કોઇ એવા વ્યક્તિ પાસે મોકલી શકાય, જેથી હું મારી મદદ માટે તાત્કાલિક સંપર્ક કરી શકું?'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube