નુપુર શર્માને ધમકી આપવાના મામલે ધરપકડ કરાયેલા રાજસ્થાનના અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોલીસની કસ્ટડીમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોથી મોટો વિવાદ પણ ઊભો થયો છે. કારણ કે  ભારતીય જનતા પાર્ટીના નેતાએ વીડિયો શેર કરીને ગહેલોત સરકારની પોલીસ પર સલમાન ચિશ્તીને બચાવવાના ગંભીર આરોપ લગાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે અમજેરના સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ નુપુર શર્માને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો ખુબ વાયરલ થયો. સલમાન ચિશ્તીએ નુપુર શર્માનું માથું વાઢનારાને ઈનામ આપવાની જાહેરાત કરી હતી. જો કે વીડિયો વાયરલ થયા બાદ તેની પોલીસે ધરપકડ કરી લીધી. 


ભાજપના નેતા અમિત માલવીયએ આ વીડિયો ટ્વીટ કર્યો છે. વીડિયોમાં પોલીસ સલમાન ચિશ્તીને નુપુર શર્માનું માથું વાઢી નાખવાનો વીડિયો જે વાયરલ થયો તેના પર એવું સમજાવતી જોવા મળે છે કે તેણે નશામાં આ નિવેદન આપ્યું હતું જેથી કરીને તેને (સલમાન) બચાવી શકાય. શું કોંગ્રેસના શાસનમાં હિન્દુ જીવનનું મહત્વ છે? રાજસ્થાન પોલીસ ઉદયપુરની ઘટનાને પણ ટાળી શકતી હતી. વીડિયો વાયરલ થયા બાદ પ્રશાસન એકશન મોડમાં આવી ગયું છે. ત્યારબાદ દરગાહના સીઓ સંદીપ સારસ્વતને હટાવી દેવાયા છે. આ વીડિયોમાં સંદીપ સારસ્વત જ સલમાનને સમજાવતા હોવા મળે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube