ગુપ્તચર એજન્સીઓના હવાલેથી મોટા સમાચાર, ISI ની મદદ વડે ખાલિસ્તાન સમર્થકોએ બનાવી ગેંગ
ગુપ્તચર એજન્સીઓના હવાલેથી પંજાબમાં ખાલિસ્તાન સમર્થિત ગેંગ સાથે સંકળાયેલા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર છે કે ખલિસ્તાન સમર્થિત ગેંગ `સિખ ફોર જસ્ટિસ એટલે કે SFJ એ `એસજેએફ ઇન્ટરનેશનલ (SFJ-International)` નામથી નવી ગેંગ બનાવી. ભારત વિરૂદ્ધ `Refrendrum-2020` ની ગતિવિધિઓને તેજ કરવા માટે એસજેએફ ઇન્ટરનેશનલ ગેંગમાં કેટલાક વિદેશી પત્રકારો પણ સામેલ છે.
નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓના હવાલેથી પંજાબમાં ખાલિસ્તાન સમર્થિત ગેંગ સાથે સંકળાયેલા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર છે કે ખલિસ્તાન સમર્થિત ગેંગ 'સિખ ફોર જસ્ટિસ એટલે કે SFJ એ 'એસજેએફ ઇન્ટરનેશનલ (SFJ-International)' નામથી નવી ગેંગ બનાવી. ભારત વિરૂદ્ધ 'Refrendrum-2020' ની ગતિવિધિઓને તેજ કરવા માટે એસજેએફ ઇન્ટરનેશનલ ગેંગમાં કેટલાક વિદેશી પત્રકારો પણ સામેલ છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ એસજેએફને મોટાપાયે ફંડિંગ કરી રહી છે. સમાચાર છે કે આએસઆઇએ એસજેએફ ઇન્ટરનેશનલને ફંડિંગ કરવા માટે સ્પેન, કેનેડા અને થાઇલેન્ડમાં સેન્ટર બનાવ્યા છે.
એસજેએફ ઇન્ટરનેશનલની મદદથી ખાલિસ્તાની સમર્થકોને મોટાપાયે ફંડિંગ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલાં ગુપ્તચર એજન્સીએ સરકારને મોકલેલા એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પંજાબમાં આતંકી હુમલા માટે પાકિસ્તાન દ્વારા હથિયારોની સપ્લાઇનો પ્રયત્ન ઝડપી થયો છે. આતંકવાદી ગેંગ બબ્બર ખાલસા અને ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ પાકિસ્તાની હેન્ડલર દ્વારા હથિયારોની પંજાબમાં સ્મગલિંગના પ્રયત્નમાં રાજસ્થાન અને હરિયાણમાં પણ ખાલિસ્તાન સમર્થિત ગેંગની મૂવમેન્ટ જોવા મળી છે.
ગુપ્ત ઇનપુટ બાદ સરકારે બીએસએફ, એએનઆઇ, રો અને આઇબી પાસેથી ખાલિસ્તાન સમર્થિત આતંકવાદી સાથે જોડાયેલી ગતિવિધિઓ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. પંજાબને અડીને આવેલી સીમાની આસપાસ સ્મગલર પર નજર વધારી દેવામાં આવી જેથી હથિયારોની સ્મગલિંગ કરવાના પ્રયત્નને નિષ્ફળ બનાવી શકાય.
ગુપ્ત એજન્સીઓ પાકિસ્તાનમાં હાજર આતંકવાદી કેમ્પો વિશે પણ જાણકારી મેળવી રહી છે. જ્યાં ખાલિસ્તાની સમર્થિત આતંકવાદીઓને ભારત પર હુમલો કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.