ઉના : ઉનામાં વરસાદે ભારે તારાજી સર્જ્યા બાદ વરસાદે ફરી એકવાર વરસવાનું ચાલુ કરી દીધું હતું. જો કે પહેલા વરસાદનાં કારણે પાણીમાં ગરક થઇ ગયેલા ગામ ખત્રીવાડા માટે મુશ્કેલી સર્જાઇ છે. ગામની ચારેતરફ કેડસમા પાણી ભરાયા છે. આજે ગુરૂવારે વરસાદે થોડો વિરામ લીધો છે ત્યારે હજી આ ગામમાં પાણી ઓસર્યા નથી. ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો ડ્રોન કેનેરામાં કેદ થયા છે. ગામ હજી પણ સંપર્ક વિહોણું છે. ગામમાં મોટા ભાગનાં ઘરો પાણીમાં છે. આ ગામને તંત્ર દ્વારા હજી સુધી કોઇ સહાયતા મળી નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ ઉનાના રામગરના ખારો વિસ્તાર પણ પાણીમાં ગર છે. આ વિસ્તારમાં આશરે 500 મકાનો આવેલા છે. જે તમામ મકાનો પાણીમાં છે. ઉનાનું હિરા તળાવ છલોછલ ભરાઇ જવાનાં કારણે તેમાંથી પણ પાણી ઓવરફ્લો થઇ રહ્યું છે. ઉપરાંત લાંબા સમય બાદ આ ઘટના બનવાનાં કારણો લોકો કુતુહલવશ તળાવ પર એકત્ર થઇ રહ્યા છે. ઉપરાંત ગીરગઢડાનું કરેણી ગામ 7 દિવસમાં 4 વખત વિખુટુ પડી ચુક્યું છે. આ ગામમાં 2 હજાર જેટલી વસ્તી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદની સૌરાષ્ટ્ર પર વિશેષ કૃપા રહે છે. ગત્ત વર્ષો દરમિયાન અમરેલીમાં પણ વરસાદ તારાજી સર્જી ચુક્યો છે. આ વખતે ઉના અને ભાવગર જિલ્લાને ધમરોળ્યા હતા. ખાસ કરીને ઉના અને આસપાસનાં ગામોમાં વરસાદે ખુબ જ તારાજી સર્જી હતી.