નવી દિલ્હી: ભારતીય કિસાન યૂનિયન નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ શનિવારે કહ્યું કે તે તેમને અપરાધી ગણે છે, જેમણે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કથિત રીતે હત્યા કરી. રાકેશ ટિકૈત (Rakesh Tikait)ના અનુસાર તે લોકોએ તો પ્રદર્શનકારીઓની ઉપર કાર ચઢાવવા મુદ્દે પ્રતિક્રિયામાં આમ કર્યું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ભાજપા કાર્યકર્તાઓને મારનારાઓને નથી ગણતા અપરાધી'
રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ કહ્યું કે 'લખીમપુર ખીરીમાં કારના એક કાફલાએ 4 ખેડૂતોને કચડી નાખ્યા, જેના જવાબમાં ભાજપના 2 કાર્યકર્તા માર્યા ગયા. આ ક્રિયાના બદલામાં કરવામાં આવેલી પ્રતિક્રિયા હતી. હું હત્યામાં સામેલ લોકોને અપરાધી ગણતો નથી. આ ઉપરાંત સંયુક્ત કિસાન મોરચાના નેતા યોગેન્દ્ર યાદવ (Yogendra Yadav) એ કહ્યું 'અમને લોકોના મોત પર દુખ છે. ભલે તે ભાજપ કાર્યકર્તા હોય કે ખેડૂત. આ દુર્ભાગ્યપૂર્ણ હતું અને અમને આશા છે કે ન્યાય મળશે. 

MG ના નવા અવતારે જીત્યું બધાનું દિલ, સિંગલ ચાર્જ પર 440km દોડશે આ ઇલેક્ટ્રિક કાર


અજ્ય મિશ્રાને પદથી દૂર કરવાની માંગ
કિસાન નેતાઓએ શનિવારે માંગ કરી કે કેંદ્રીય મંત્રી અજય મિશ્રા અને તેમના પુત્રને લખીમપુર ખીરી હિંસા મામલે ધરપકડ કરવામાં આવ્યા નેતાઓએ કહ્યું કે આ ઘટના એક સુનિયોજિત કાવતરું હતું. યોગેન્દ્ર યાદવે કહ્યું કે અજય મિશ્રાને સરકારમાંથી હટાવી દેવા જોઇએ કારણ કે તેમણે આ કાવતરું રચી અને તે આ મામલે દોષીઓને બચાવી રહ્યા છે. તેમણે કહ્યું કે 15 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે સંયુક્ત કિસાન મોરચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પુતળાને સળગાવીને પ્રદર્શન કરશે. 


આરોપી આશીષ મિશ્રા સાથે પૂછપરછ
લખીમપુર ખીરી હિંસા કેસમાં આરોપી અને કેંદ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા (Ajay Mishra) ના પુત્ર આશીષ મિશ્રા (Ashish Mishra) સાથે પૂછપરછ ચાલી રહી છે. આ પૂછપરછમાં આશિષ મિશ્રા SIT ના કેટલાક પ્રશ્નોના જવાબ આપી શક્યા નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube