શિમલા: હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના કિન્નૌરમાં થયેલા લેન્ડ સ્લાઈડ મામલે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. રાહત કાર્યમાં લાગેલી ITBP ને અત્યાર સુધીમાં ઘટનાસ્થળેથી 10 મૃતદેહો મળ્યા છે. જ્યારે 14 ઘાયલ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. 


એજન્સીઓ ચલાવી રહી છે બચાવ કાર્ય
મળતી માહિતી મુજબ કિનૌર અકસ્માતમાં 50થી 60 લોકો ફસાયેલા હોવાની આશંકા હતી. સીએમ જયરામ ઠાકુરે કહ્યું કે NDRF, ITBP અને પોલીસની ટીમ બચાવ કાર્ય ચલાવી રહી છે. પહાડ ધસી પડવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં સમસ્યા આવી રહી છે. તેમણે જણાવ્યું કે હરિયાણા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓને હેલિકોપ્ટર આપવાના આગ્રહ કરાયા છે. આ સાથે જ આર્મી પાસેથી પણ બે હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube