કિરણ રિજિજુએ -40 ડિગ્રી તાપમાનમાં પહોંચી જવાનોનો વધાર્યો ઉત્સાહ, ચલાવ્યું સ્નો સ્કૂટર
ભારત-ચીન સરહદ પર દેશની અંતિમ પોસ્ટ રિમખિમ પર તૈના જવાનો બારેમાસ કડકડતી ઠંડીમાં જ દિવસો પસાર કરતા હોય છે, તેમ છતાં દેશની સરહદમાં દુશ્મન ઘુસણખોરી ન કરે તેના માટે તેઓ દરેક ક્ષણે જાગતા રહે છે
રિમખિમ(ઉત્તરાખંડ): ભારત ચીન સરહદ પર દેશની એક અંતિમ પોસ્ટ રિમખિમ આવેલી છે. 14,500 ફૂટની ઊંચાઈએ આવેલી આ પોસ્ટ સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં ભારતના ITBPના જવાનો ચીનના સૈનિકોની ઘુસણખોરીને નિષ્ફળ બનાવવા માટે દરેક ક્ષણે જાગતા રહે છે. અહીં શિયાળામાં તાપમાન -40 ડિગ્રી સુધી પહોંચી જતું હોય અને ઉનાળામાં પણ અહીં ઠંડીનું વાતાવરણ રહે છે.
કિરણ રિજિજુ પહોંચ્યા
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજુ આ જવાનોને મળવા પહોંચી ગયા હતા. તેઓ MI 17 હેલિકોપ્ટરમાં અહીં પહોંચ્યા હતા. તેમણે અહીં દેશના જવાનોને સંબોધિત કરતા જણાવ્યું કે, "તમે આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં દેશની જે રીતે સેવા કરી રહ્યા છો તેમાં દેશ તમારી સાથે છે. અમારા વડા પ્રધાન મોદી અને સરકાર તમારી સાથે છે. તમે જોયું છે કે, વડા પ્રધાન હંમેશાં જવાનોને મળવા માટે સરહદ પર જાય છે."
જો આજે પણ નહીં જાગ્યા તો વિનાશક તોફાનો દુનિયામાં વિનાશ વેરશેઃ NASA
ઓપિનિયન પોલ: આ વખતે NDA રહેશે બહુમતથી દૂર, પણ ગુજરાતમાં 'મોદી લહેર' યથાવત
હેલિકોપ્ટરથી પૂરવઠો
આ વિસ્તારોમાં સડક ન હોવાને કારણે હેલિકોપ્ટરની મદદથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સપ્લાય કરવામાં આવે છે. અહીં 6-7 મહિના સુધી ભારે હિમવર્ષા થવાને કારણે આ વિસ્તાર બરફમાં દબાઈ જાય છે. હેલિકોપ્ટર જ અહીંની લાઈફલાઈન છે.