નવી દિલ્હીઃ Rijiju Traditional Dance: કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂ બુધવારે અરૂણાચલ પ્રદેશમાં એક પરિયોજનાની સમીક્ષા કરવા પહોંચ્યા ત્યારે તેમણે ગામના લોકો સાથે ડાન્સ કર્યો હતો. સ્થાનીક સેજલાંગ લોકો, જેને ઉત્તર-પૂર્વી રાજ્યના કજલાંગ ગામમાં મિજી નામે ઓળખવામાં આવે છે, તે લોકોએ કેન્દ્રીય મંત્રીનું પરંપરાગત ગીત અને ડાન્સની સાથે શાનદાર સ્વાગત કર્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિરણ રિજિજૂ આ વીડિયોમાં શર્ટ, ટ્રાઉઝર્સ અને સ્નીકર્સમાં જોવા મળી રહ્યા છે, જે ગ્રામજનો સાથે પરંપરાગત ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ડ્રમના તાલ વચ્ચે કેન્દ્રીય મંત્રી પરંપરાગત ગીત પર ડાન્સ કરી રહ્યા છે અને ત્યાં ઉભેલા લોકો તાળીઓ પાડી રહ્યા છે. 


પીએમ મોદીએ રિજિજૂના ડાન્સની કરી પ્રશંસા
તો કેન્દ્રીય મંત્રીના ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ તેમની પ્રશંસા કરતા ટ્વીટ કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ- કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂ ડિસેન્ટ ડાન્સર છે. અરૂણાચલ પ્રદેશની જીવંત અને ગૌરવશાળી સંસ્કૃતિને જોઈને સારૂ લાગ્યું. 


Farmers Protest: કિસાન આંદોલન પર સુપ્રીમ કોર્ટે કહ્યું- કાયમ માટે હાઈવે રોકી શકાય નહીં  


કિરણ રિજિજૂ અરૂણાચલ પ્રદેશ વેસ્ટ લોકસભા ક્ષેત્રથી સાંસદ છે અને સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. હેલ્થ અને ફિટનેસ સંબંધિત વીડિયોની સાથે તે પોતાના ગીતને પણ ફોલોઅર્સ વચ્ચે શેર કરતા રહે છે. થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન કિશોર કુમારના ગીતને ગાતો એક વીડિયો શેર કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube