નવી દિલ્હી : ડોકલામ વિવાદમાં મોટી કૂટનીતિક જીત બાદ ભારતે એકવાર ફરી પોતાનો દમ ચીન સમક્ષ દેખાડ્યો છે. અરૂણાચલપ્રદેશના ભાજપ સાંસદ અને કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજૂ ભારત-ચીનની વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ પર સોમવારે દિલ્હીમાં આયોજીત પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાગ લીધો. પરંતુ જ્યાં તેને ભારતની કૂટનીતિક સફળતા તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ ચીન સાથેની બેઠકમાં રિજિજૂની હાજરી પર વિરોધ વ્યક્ત કર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીને વ્યક્ત કર્યો વિરોધ
સુત્રો અનુસાર દ્વિપક્ષીય સુરક્ષા સમજુતી સંબંધિત બેઠકમાં રિજિજુએ ભાગ લીધા બાદ ચીને આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીનનાં એક સુત્રએ જણાવ્યું કે, અમે ભારતનાં આ પગલાનો વિરોધ કર્યો અને તેના પગલે ભારતે તેમાં સુધારણા કરવા માટે જણાવ્યું. 

આ પ્રકારે બેઠકમાં હાજર રહ્યા રિજિજૂ
સુત્રો અનુસાર કિરણ રિજિજુ કોઇ અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા, જો કે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે તેમને બોલાવ્યા અને તેમને આ પ્રતિનિધિમંડળમાં સમાવેશ કર્યો. જેમાં આંતરિક સુરક્ષા પર ઘણી સમજુતી થઇ. કિરણ રિજિજુએ પત્રકારોને જણાવ્યું કે, તેઓ ભારતીય ડેલિગેશનનો હિસ્સો હતા. 

રિજિજુની હાજરીનું મહત્વ
ચીન અરૂણાચલ પ્રદેશને સમયાંતરે પોતાનો હિસ્સો ગણાવતા રહે છે અને અરૂણાચલમાં રહેનારા લોકોને ભારતીય વીઝા ન આપીને સ્ટેપલ વિઝા આપે છે. સાથે જ ચીન કોઇ પણ ડેલિગેશનમાં અરૂણાચલના મંત્રી કે સાંસદ આવે તો તેનો હંમેશા વિરોધ કરે છે. પરંતુ ભારતે ચીને આ તમામ વિરોધો છતા અરૂણાચલ પ્રદેશથી આવનારા મંત્રીમંડળને ડેલિગેશનમાં સમાવિષ્ટ કરીને વ્યક્ત કર્યું કે ભારત હવે ચીનનાં મુદ્દે બીજા પ્રકારે કૂટનીતિ કરે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ચીન અને ભારતની વચ્ચે પહેલી દ્વિપક્ષીય સહયોગ સંબંધી બેઠકમાં ઘણા મહત્વપુર્ણ વિષયો પર વાતચીત અને કરાર થયા. ગૃહમંત્રી રાજનાથસિંહ અને ચીનના સ્ટેટ કાઉન્સિલર અને જાહેર સુરક્ષા મંત્રી ઝાઓ કેઝીએ આતંકવાદના મુદ્દે સહોય આપવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. 

ગૃહમંત્રાલય સાથે ચીનની થયેલી સમજુતી
- પહેલીવાર આંતરિક સુરક્ષા સહયોગ મુદ્દે બંન્ને દેશોની વચ્ચે કરાર થયો. પહેલા ભારત અને ચીનની વચ્ચે MOU હતો પરંતુ સમજુતી પર હસ્તાક્ષર થયા છે. 
- બંન્ને દેશોની વચ્ચે આતંકવાદ પર કાબુ મેળવવા સહિત સુરક્ષા સાથે જોડાયેલા મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા થઇ
- ભારત-ચીનની વચ્ચે માનવ અને ડ્રગ્સ તસ્કરી, સાઇબર ક્રાઇમ, આર્થિક ગુના પર ચર્ચા છઇ જ્યારે અલગ-અલગ એજન્સીઓ સાથે સહયોગ અંગે એગ્રીમેન્ટ પણ થયો.
- એનઆઇએ, એનસીબી ભારતની તરફથી ચીનની સંબંધિત એજન્સીઓને સહયોગ કરશે અને તેમનો સહયોગ લેશે. 
- બંન્ને દેશોએ આતંક મુદ્દે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે. આ અંગે કામ કરવા મુદ્દે સમજુતી થઇ છે. સુત્રો અનુસાર ભારતે મસુદ અઝહર, નોર્થ ઇસ્ટ ટેરેરિસ્ટ ગ્રુપ અંગે ચીનને પોતાની ચિંતા વ્યક્ત કરી, જ્યારે ચીને શિંજિયાંગ પ્રોવિંસમાં યૂઇગર સમસ્યા અંગે ચર્ચા કરી. બંન્ને દેશોએ એક બીજાની સાતે સહયોગ કરવા મુદ્દે વાતચીત કરી.