નવી દિલ્હી: કાયદા મંત્રી કિરેન રિજિજૂએ બુધવારે લોકસભામાં ન્યાયપાલિકા અને ચૂંટણી પંચ પર રાહુલ ગાંધીની ટિપ્પણી બદલ તેમના પર નિશાન સાધ્યું અને મહત્વપૂર્ણ સંસ્થાઓ પર સવાલ ઉઠાવવા બદલ કોંગ્રેસ નેતા પાસે માફીની માગણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ લોકસભામાં પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો
લોકસભામાં બુધવારે રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ન્યાયપાલિકા, ચૂંટણી પંચ અને પેગાસસ (સ્પાયવેર) 'તમામ રાજ્યોના સંઘના અવાજને નષ્ટ કરવાનું ઉપકરણ છે.'


રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ
કાયદામંત્રી કિરેન રિજિજૂએ ટ્વીટ કરીને કહ્યું કે માત્ર ભારતના કાયદા મંત્રી તરીકે જ નહીં પરંતુ એક સામાન્ય નાગરિક તરીકે પણ, હું ભારતની ન્યાયપાલિકા અને ચૂંટણી પંચ વિશે રાહુલ ગાંધીએ જે કહ્યું તેની ટીકા કરું છું. કાયદા મંત્રીએ લખ્યું કે આ આપણા લોકતંત્રની મહત્વપૂર્ણ સંસ્થાઓ છે. રાહુલ ગાંધીએ લોકો, ન્યાયપાલિકા અને ચૂંટણી પંચ પાસે તરત માફી માંગવી જોઈએ. 


અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીએ સરકારના બજેટને દિશાહિન ગણાવ્યું. તેમણે કહ્યું કે બજેટ પર રાષ્ટ્રપતિનું  ભાષણ વચનોની લાંબી યાદી હતી. સરકારે જે કરવાનું હતું તેમાંથી તેઓ કશું કરી શક્યા નથી. 


'અમીર અને ગરીબ ભારતમાં વેચાઈ ગયો દેશ'
કોંગ્રેસ નેતાએ કહ્યું, 'દુનિયામાં હવે બે ભારત છે. એક ભારત જે માત્ર અમીરો માટે છે. બીજી તરફ, તે ભારત જે ગરીબો માટે છે, જેમાં દેશની 90 ટકાથી વધુ વસ્તી રહે છે. આ બંને વચ્ચેનું અંતર વધી રહ્યું છે પરંતુ સરકાર આ અંતરને પુરવા માટે કોઈ પ્રયાસ કરતી હોય તેમ જણાતું નથી.


રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું, 'ભારતના યુવાનો રોજગારની શોધમાં છે. વર્ષ 2021 માં 3 કરોડ યુવાનોએ નોકરી ગુમાવી છે. આજે બેરોજગારી છેલ્લા 50 વર્ષમાં સૌથી વધુ છે. આમ છતાં રાષ્ટ્રપતિના સંબોધનમાં બેરોજગારી પર કંઈ કહેવામાં આવ્યું ન હતું. ગ્રીન ઈન્ડિયાની વાત થઈ રહી છે પરંતુ આ ગ્રીન ઈન્ડિયામાં રોજગાર નથી.


'ચીન-પાકિસ્તાનથી સાવધાન રહે સરકાર'
કોંગ્રેસ નેતાએ કહ્યું, 'સરકારે જમ્મુ-કાશ્મીર પર મોટી વ્યૂહાત્મક ભૂલ કરી છે. હવે તે વિદેશ નીતિઓને લઈને મોટી વ્યૂહાત્મક ભૂલ કરી રહી છે. ચીન અને પાકિસ્તાન હથિયારોની આપ-લે કરી રહ્યા છે. બંને દેશ મળીને મોટી યોજના બનાવી રહ્યા છે અને હથિયારો ખરીદી રહ્યા છે. ચીન ગમે ત્યારે ગમે તેટલું મોટું સાહસ કરી શકે છે. આપણો દેશ બહારથી પણ અને અંદરથી જોખમમાં છે. આપણે બંને મોરચે તૈયારી કરવાની જરૂર છે પરંતુ સરકાર પાસે આ બાબતે કોઈ નક્કર તૈયારી હોય તેવું લાગતું નથી.


'પંજાબના ખેડૂતોની વાત ન સાંભળી'
તેમણે કહ્યું, 'પંજાબના ખેડૂતોની વાત સાંભળવામાં આવી નથી. રાજા ખેડૂતોની વાત સાંભળવા તૈયાર ન હતા. પેગાસસ દ્વારા અવાજને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલ જઈને પ્રધાનમંત્રીએ પેગાસસને સત્તાવાર હેતુઓ માટે વાપરવાની મંજૂરી આપી. મારી દાદીએ આ દેશ માટે ગોળી ખાધી અને મારા પિતાએ પોતાનો જીવ આપ્યો. તેથી જ હું મારા દેશને વધુ સારી રીતે સમજી શકું છું.


રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે, 'જેણે આજ સુધી ભારત પર શાસન કર્યું, તેણે ભારતને રાજ્યોનું સંઘ માન્યું. પરંતુ આ સરકારના મંત્રીઓ આ સંઘવાદમાં માનતા નથી. તેઓ જુદા જુદા રાજ્યોના લોકો સાથે રાજાઓની જેમ વર્તે છે. તાજેતરમાં મણિપુરથી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ મને મળવા આવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ રાજ્યની સમસ્યાઓને લઈને ગૃહમંત્રી અમિત શાહને મળવા ગયા હતા. અમિત શાહને મળ્યા તે પહેલા તમામ જૂતા અને ચપ્પલ બહાર ઉતારી લેવામાં આવ્યા હતા, જ્યારે ગૃહમંત્રી પોતે જૂતા પહેરીને અંદર બેઠા હતા. તેઓએ આ મીટીંગના ફોટા પણ બતાવ્યા.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube