ભારતમાં ડિસેમ્બર સુધી લોન્ચ થઈ શકે છે સ્પુતનિક લાઇટ વેક્સીન, ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ છે 70 ટકા અસરકારક
સરકારે ઓક્ટોબર મહિનામાં ઘરેલૂ સ્તર પર નિર્મિત રશિયાની સિંગલ ડોઝ કોવિડ-વેક્સીન સ્પુતનિક લાઇટના આયાતની મંજૂરી આપી હતી.
નવી દિલ્હીઃ ભારતમાં ડિસેમ્બર સુધી કોવિડ-19 વિરોધી વેક્સીન સ્પુતનિક લાઇટ લોન્ચ થઈ શકે છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ કિરિલ દિમિત્રીવે આ જાણકારી આપી છે. રશિયાનો દાવો છે કે સ્પુતનિક લાઇટ (Sputnik Light) લગાવવાના પ્રથમ ત્રણ મહિનામાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ 70 ટકા સુધી અસરકારક છે. રશિયન પ્રશાસન પ્રમાણે સ્પુતનિક લાઇટ (Sputnik Light) ને લઈને કરવામાં આવેલું વિશ્લેષણ 28 હજાર વોલેન્ટિયરોથી પ્રાપ્ત આંકડાના આધાર પર હતું.
સરકારે ઓક્ટોબર મહિનામાં ઘરેલૂ સ્તર પર નિર્મિત રશિયાની સિંગલ ડોઝ કોવિડ-વેક્સીન સ્પુતનિક લાઇટના આયાતની મંજૂરી આપી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે ભારતીય દવા કંપની હેટેરો બાયોફાર્મા લિમિટેડને રશિયાને સ્પુતનિક લાઇટના 40 લાખ ડોઝને આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. રશિયન રાજદૂત નિકોલાય કુદશેવે ભારત સરકારને સ્પુતનિક લાઇટની આયાત કરવાની મંજૂરી આપવાનો આગ્રહ કર્યો હતો.
બંગાળના CM મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દે થઈ ચર્ચા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube