નવી દિલ્હી: ખેડૂત ક્રાંતી પદયાત્રાના અંતર્ગત મોટી સંખ્યામાં ખેડૂતો ગાઝીપુર બોર્ડર પર દિલ્હીમાં ઘૂસવા માટે બેઠા છે. અહીંયા ખેડૂતોને દિલ્હીમાં ઘૂસવા પર અટકાવવામાં આવ્યા છે. તે દરમિયાન ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ખેડૂતોને રોકવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા અને પાણીનો મારો ચલાવ્યો હતો. આ ખેડૂતો ભારતીય ખેડૂત સંઘના બેનર અંતર્ગત આ આંદોલન કરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે દરમિયાન ખેડૂતોની સાથે બેસેલા ભારતીય ખેડૂત સંધના નેતા રાકેશ ટિકેચની પાસે ગૃહ મંત્રી રાજનાથ સિંહનો ફોન આવ્યો હતો. ત્યારે ટિકેતે રાજનાથ સિંહને કહ્યું કે અમે લોકો અહીંયા જ બેસીએ છે, આગળ વધશું નહીં. આ સમયે ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ રાજનાથ સિંહ સાથે દિલ્હીમાં બેઠક કરી રહ્યું છે.


મળતી માહિતી અનુસાર પોતાની માંગણીઓને લઇ દિલ્હી તરફ વધી રહેલા ખેડૂતોની સાથે વાતચીત માટે સરકરા આગળ આવી રહી છે. ગુહ મંત્રી રાજનાથ સિંહે ખેડૂતોના નેતા રાકેશ ટિકેત સાથે ફોન પર વાત કરી હતી. જી ન્યૂઝના સંવાદદાતા શોએબ રાજા જ્યારે રાકેશ ટિકેત સાથે વાત કરી રહ્યાં હતા. તે સમયે ગૃહ મંત્રી રાજનાથ સિંહનો ફોન રાકેશ ટિકેતને આવ્યો હતો અને આ વાતચીત જી મીડિયાના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેમાં ટિકેત બોલતા સંભળાઇ રહ્યા છે કે ‘ઠીક છે સર અમે લોકો અહીંયા જ બેસીએ છે, આગળ વધશું નહી, તમે પાણીની વ્યવસ્થા તો કરી દો.’


હરિદ્વારાથી દિલ્હી માટે ભારતીય ખેડૂત ક્રાંતિ યાત્રા સોમવારે સાહિબાબાદ પહોંચી હતી. તે દરમિયાન હજારોની સંખ્યામાં ખેડૂતોએ જીટી રોડ પર ચક્કાજામ કરી દિલ્હી જવા માટે નીકળ્યા છે. જિલ્લાધિકારી અને એસએસપીએ લગભગ એક કલાક સુધી ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ખેડૂતો દિલ્હી જવાની વાત પર અડગ રહ્યા હતા. મોડી રાત્રે વહીવટ તંત્ર અને પોલીસના અધિકારીઓની સાથે ખેડૂતોના એક પ્રતિનિધિમંડળ દિલ્હીથી પરત ફર્યું અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે હિંડન એર ફોર્સ સ્ટેશન પર મુલાકાત કરી હતી.


ગૃહ મંત્રી રાજનાથ સિંહની ખેડુતોના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. જાણવા મળી રહ્યું છે કે રાજનાથ સિંહ ગાજીપુર બોર્ડર પર જઇ ખેડૂતોની મુલાકાત પણ લઇ શકે છે. ખેડૂતોની માંગની યાદીમાં વગર શરતે ઋણ માફી, શેરડી મિલોની બાકી રકમ ચૂકવવા, પાકની મહત્તમ કિંમત આપવા, ખેતરો માટે મફતમાં વીજળી અને ડીઝલના ભાવમાં ઘટાડો શામેલ છે.