Kishtwar cloudburst Update: અત્યાર સુધીમાં 7 લોકોના મોત, 19 લોકો ગૂમ, 17 ઘાયલ
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં દચિન અને બૌજવા વિસ્તારમાં બુધવારે વાદળ ફાટવાની જે ઘટનાઓ ઘટી તેમાં અત્યાર સુધીમાં 19 લોકો ગૂમ છે.
નવી દિલ્હી: કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં દચિન અને બૌજવા વિસ્તારમાં બુધવારે વાદળ ફાટવાની જે ઘટનાઓ ઘટી તેમાં અત્યાર સુધીમાં 19 લોકો ગૂમ છે. બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદાખમાં આ ઘટનાઓ જોવા મળી. ઈન્ડિયન આર્મીનું બચાવ અને રાહતકાર્ય ચાલુ છે. લેટેસ્ટ અપડેટ મુજબ અત્યાર સુધીમાં 7 મૃતદેહો મળ્યા છે. 17 લોકો ઘાયલ છે જેમાં 5ની સ્થિતિ ખરાબ છે. ગઈ કાલે કિશ્તવાડનો હોનજાર ગામ પર આભ ફાટી પડ્યું. સેનાએ ત્યાં પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું હતું. ગ્રામીણોને ખાણીપીણીની વ્યવસ્થા કરી હતી.
વાદળ ફાટવાથી કિશ્તવાડના દચિન અને બૌજવા વિસ્તાર, દક્ષિણ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફા, ઉત્તર કાશ્મીરમાં બાંદીપુરા અને લદાખમાં કારગિલ પ્રભાવિત થયા અને અનેક મકાન, પુલોને નુકસાન પહોંચ્યું. સતત વરસાદના કરાણે પદ્દાર વિસ્તારમાં લગભગ 60 પરિવારોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube