જમ્મૂ: કિશ્તવાડ પોલીસે વોન્ટેડ ટેરરિસ્ટ રિયાઝ અહેમદની ધરપકજ કરી છે. તેનું કામ જમ્મૂ કાશ્મીરના યુવાઓને આતંકી સંગઠન સાથે જોડવાનું છે. આ સ્થાનિય યુવાઓને મિલિટેન્સી જોઇન કરવા માટે પ્રેરિત કરે છે. ત્યારે કાશ્મીરના મુજગુંડમાં સુરક્ષાદળ અને આતંકિઓની વચ્ચે 24 કલાકથી ચાલી રહેલી અથડામણ પૂરી થઇ ગઇ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ મુઠભેડમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. આ બધા આતંકી શ્રીનગરમાં હુમલાની તૈયારીમાં હતા.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાંથી બે વિદેશી હતા. બધા આતંકી લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠનથી જોડાયેલા જણાવવામાં આવી રહ્યાં છે. તેમાંથી એકની ઉંમર 14 વર્ષ છે. જોકે, અત્યારસુધી તેમના મૃતદેહ મળ્યા નથી. આ અથડામણ દરમિયાન લગભગ 6 ઘરોમાં નુકસાન પહોંચ્યું છે.