હરતુ-ફરતું `વ્હાઇટ હાઉસ` છે ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન, જાણો શું છે ખાસિયત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ છે. એવામાં તેમની સુરક્ષા પણ ચાંપતી છે, પછી તે હવામાં હોય કે જમીન પર. જમીન પર તે બીસ્ટમાં સવાર થાય છે, તો બીજી તરફ હવાઇ યાત્રા માટે એરફોર્સ વનનો ઉપયોગ કરે છે. તેને હરતુ ફરતું વ્હાઇટ હાઉસના નામે પણ ઓળખવામાં આવે છે. જ્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે.