નવી દિલ્હી : હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું ખાસ મહત્વ હોય છે. આ પૂર્ણિમા બહુ જ ખાસ માનવામાં આવે છે અને તે લોકોમાં પ્રિય છે. માન્યતા છે કે, આ દિવસે ચંદ્ર પોતાની 16 કલાઓમાં વ્યાપીને ધરતી પર અમૃતની વર્ષા કરે છે. હકીકતમાં, હિન્દુ ધર્મમાં મનુષ્યના એક-એક ગુણને કોઈને કોઈ કલા સાથે જોડીને જોવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવામાં આવે છે કે, 16 કલાઓ વાળો પુરુષ સર્વોત્તમ હોય છે. શ્રીકૃષ્ણ માટે કહેવાય છે કે, તેઓ 19 કલાઓની સાથે જન્મ્યા હતા. શરદ પૂર્ણિમાના દિવસે વિષ્ણુ, લક્ષ્મી અને ગણેશની ખાસ કરીને પૂજા કરવામાં આવે છે. સાથે જ કહેવાય છે કે, આ દિવસે ખીર બનાવીને આકાશની નીચે રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ ખીરમાં અમૃત હોય છે, જે અનેક રોગોને દૂર કરે છે. 


તમને જણાવી દઈએ કે, શરદ પૂર્ણિમા અશ્વિનમાં ઉજવવામાં આવે છે અને આ વર્ષ શરદ પૂર્ણિમા 24 ઓક્ટોબરના રોજ આવે છે. આ દિવસે મનોકામના પૂરી કરવા માટે વ્રત રાખી શકાય છે. જે મહિલાઓ આ વ્રતને રાખે છે, તેમના સંતાનો દીર્ધાયુ થાય છે. જો કુંવારી કન્યા આ વ્રત રાખે તો તેમને ઈચ્છિત પતિ મળે છે. શરદ પૂર્ણિમાનો ચમકીલો ચંદ્ર અને સ્પષ્ટ આકાશ ચોમાસું જવાનું પ્રતિક ગણાય છે. 


આવી રીતે કરો પૂજા
શરદ પૂર્ણિમાના દિવસે વ્રતનો સંકલ્પ કરવામાં આવે છે. તેના બાદ ઘરમાં પૂજા કરીને ઘીનો દીવો પેટવવામાં આવે છે. તેના બાદ ભગવાનની પૂજા કરવામાં આવે છે. મુખ્ય રૂપથી ભગવાન ઈન્દ્ર અને લક્ષ્મી માતાની પૂજા આ દિવસે કરાય છે. સાંજે લક્ષ્મીજીની પૂજા કરો અને આરતી ઉતારો. તેના બાદ ચંદ્રને અર્ધ્ય આપીને પ્રસાદ ચઢાવો અને ઉપવાસ ખોલો. 12 વાગ્યા બાદ ખીરનો પ્રસાદ વહેંચો. 


કોજાગરી પૂર્ણિમા પણ
શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે. કહેવાય છે કે, આ દિવસે ધનની દેવી લક્ષ્મી રાતના સમયે આકાશમાં વિચરણ કરતા કરતા ‘કો જાગ્રતિ’ કહે છે. સંસ્કૃતમાં કો જાગ્રતિનો મતલબ છે કે, કોણ જાગેલું છે. કહેવાય છે કે, જે પણ વ્યક્તિ શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે જાગે છે, મા લક્ષ્મી તેને ઉપહાર આપે છે. 


શરદ પૂર્ણિમાનું શુભ મુહૂર્ત
ચંદ્રોદયનો સમય : 23 ઓક્ટોબર 2018 ની સાંજે 05 વાગીને 20 મિનીટ
પૂર્ણિમા તિથિ પ્રારંભ઼ : 23 ઓક્ટોબર 2018 ની રાત્રે 10 વાગીને 36 મિનીટ
પૂર્ણિમા તિથિ સમાપ્ત: 24 ઓક્ટોબરની રાત્રે 10 વાગીને 14 મિનીટ