નવી દિલ્હી: ઓડિશાની બાલાસોર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને આવેલા પ્રતાપચંદ્ર સારંગીને નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યાં છે. એકદમ સાધારણ વેશભૂષા અને સામાન્ય જીવન જીવતા પ્રતાપ સારંગ ચૂટંણી જીત્યા ત્યારથી જ ચર્ચામાં છે. તેમને 'ઓડિશાના મોદી' પણ કહે છે. કહેવાય છે કે મોદી જ્યારે પણ ઓડિશા જાય છે ત્યારે આ સારંગીની મુલાકાત અચૂક કરે છે. સફેદ દાઢી, માથા પર આછા વાળ, સાઈકલ અને બેગ તેમની ઓળખ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીવાર વડાપ્રધાન બન્યા મોદી, અમિત શાહ સહિત 24 કેબિનેટ મંત્રી, જાણો વિગતવાર


સાંસદ બન્યા તે અગાઉ પ્રતાપચંદ્ર સારંગી ઓડિશાની નિલગીરી વિધાનસભાથી 2004 અને 2009માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. આ અગાઉ તેઓ 2014માં લોકસભાની ચૂંટણીમાં પણ ઊભા રહ્યાં હતાં પરંતુ હારી ગયા હતાં. પ્રતાપ સારંગીને નરેન્દ્ર મોદીના નિકટના ગણવામાં આવે છે. ગરીબ પરિવારમાંથી આવેલા પ્રતાપ સારંગીનો જન્મ નીલગિરીમાં જ ગોપીનાથપુર ગામમાં થયો હતો. 


4 જાન્યુઆરી 1955ના રોજ જન્મેલા સારંગીએ સ્થાનિક ફકીર મોહન કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું. બાળપણથી જ તેઓ ખુબ આધ્યાત્મિક હતાં. તેઓ રામકૃષ્ણ મઠમાં સાધુ બનવા માંગતા હતાં. આથી તેઓ અનેકવાર મઠમાં પણ ગયા હતાં. પરંતુ કહેવાય છે કે જ્યારે મઠવાળાને ખબર પડી કે તેમના માતા વિધવા છે તો તેમને માતાની સેવા કરવાનું સૂચન કરાયું હતું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...