નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું શનિવારે દિલ્હીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં નિધન થયું. શીલા દીક્ષિત 15 વર્ષ સુધી  દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં હતાં. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતાં. શીલાના નિધન પર પક્ષગત રાજકારણની તમામ સીમાઓ તૂટેલી જોવા મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક બીન કોંગ્રેસી નેતાઓ શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં. શીલા દીક્ષિતની રાજકીય કારકિર્દી વિશે તો લોકો ઘણું જાણે છે પરંતુ આજે તમને તેમના અંગત જીવન અને લગ્ન સાથે જોડાયેલો એક કિસ્સો બતાવી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિરાંડા હાઉસમાં એક ક્લાસમાં ભણતા હતાં શીલા અને વિનોદ
દિલ્હીના મશહૂર મિરાંડા હાઉસમાં અભ્યાસ દરમિયાન શીલા દીક્ષિતની મુલાકાત વિનોદ દીક્ષિત સાથે થઈ હતી. વિનોદ દીક્ષિત કોંગ્રેસના કદાવર નેતા ઉમાશંકર દીક્ષિતના એકમાત્ર પુત્ર હતાં. બીબીસી હિન્દીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે 'હું અને વિનોદ એમએ હિસ્ટ્રી (ઈતિહાસ)ના વિદ્યાર્થી હતાં. બંને એક જ ક્લાસમાં હતાં. વિનોદ મને કઈં બહું સારા લાગતા નહતાં. હું વિચારતી હતીં કે તેઓ પોતાની જાતને કઈંક સમજે છે, ખુબ એરોગેન્ટ (અભિમાની) છે.'


ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો ઝગડો ઉકેલતા શીલા-દીક્ષિતમાં નીકટતા વધી
શીલા દીક્ષિતે જણાવ્યું હતું કે એકવાર તેમના બે મિત્રો વચ્ચે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડને લઈને ઝગડો થઈ ગયો. આ ઝગડામાં છોકરી શીલા પાસે અને છોકરો વિનોદ પાસે  પહોંચ્યો. બંનેની જવાબદારી હતી કે તેઓ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનું પેચઅપ કરાવે. આ દરમિયાન વિનોદ અને શીલા વચ્ચે વાતચીત શરૂ થઈ. રસપ્રદ વાત એ છે કે આ વાતચીત શરૂ થયા બાદ પૂરી જ ન થઈ. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...