DigiLocker: જો તમે કાર કે મોટરસાઈકલ ચલાવતા હોવ તો તમારે તમારા વાહનના તમામ ડોક્યુમેન્ટ્સ તમારી સાથે જ રાખવા પડે છે જેમાં ડ્રાઈવિંગ લાઈસન્સ, રજિસ્ટ્રેશન, પોલ્યુશન, ઈન્શ્યુરેન્સ જેવા ડોક્યુમેન્ટ્સ સામેલ છે. જો વાહનના ચેકિંગ દરમિયાન કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી પાસે ન હોય તો તમારા વાહનનું ચલણ કપાઈ શકે છે. જો કે એક એપ એવી છે જેના પર તમે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી લીધા તો તમારી પાસે ચેકિંગ દરમિયાન કોઈ પણ ફિઝિકલ કોપી ન હોવા છતાં પણ ટ્રાફિક પોલીસ તમારું ચલણ કાપી શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે એપ
જો તમે તમારા ડોક્યુમેન્ટની ફિઝિકલ કોપી ભૂલી ગયા હોવ તો પણ તમારું ચલણ કપાશે નહીં. તમારા ડોક્યુમેન્ટ્સ ડિજીલોકર એપ પર સુરક્ષિત હોવા જોઈએ. વાત જાણે એમ છે કે સરકારે ઘણા સમય પહેલા ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ડિજીલોકર નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ મોબાઈલ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ નાગરિક પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સની સોફ્ટ  કોપીના ફોર્મ રાખી શકે છે. આ એપમાં રહેલા તમારા ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી તમામ જગ્યાએ માન્ય હોય છે. 


આવામાં જો તમે તમારા ડ્રાઈવિંગ લાઈસન્સને તમારી સાથે રાખવા ન માંગતા હોવ તો તમે તેની સોફ્ટ કોપીને ડિજીલોકરમાં રાખી શકો છો અને ડ્રાઈવિંગ લાઈસન્સની ઓરિજિનલ કોપીને ઘરે રાખી શકો છો. ત્યારબાદ તમે કાર, બાઈક કે સ્કૂટર વગેરે આરામથી ચલાવી શકો છો. જો કોઈ ટ્રાફિક પોલીસકર્મી રોકે તો તમે તેને ડિજીલોટરમાં રહેલા લાઈસન્સની સોફ્ટ કોપી દેખાડી શકો છો. ડિજીલોકર તમને ખુબ કામ લાગી શકે છે. તે તમારો સમય બચાવી શકે છે, આ સાથે જ એ તમારા વાહનનું ચલણ કપાતા પણ બચાવી શકે છે. જો તમને આ એપ અંગે જાણકારી ન હોય તો આજે જ તમારે તેને તમારા ફોનમાં ડાઉનલોડ કરી લેવી જોઈએ અને તેમાં તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સને સ્ટોર કરી લેવા જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube