વિશ્વનું સૌથી ઊંચુ મતદાન કેન્દ્ર છે ભારતમાં, ચૂંટણી આવતા મતદાતાઓ થાય છે રાજીના રેડ
હાલ સર્વત્ર ચૂંટણીનો ફિવર છે, ત્યારે ચૂંટણી સાથે જોડાયેલી રસપ્રદ માહિતીઓમાં પણ લોકોને રસ પડે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચૂંટણી જ ચર્ચામાં છે. પણ શું તમને ખબર છે કે, વિશ્વનું સૌથી ઊંચુ મતદાન મથક પણ ભારતમા જ છે. હા, દુનિયાની સૌથી ઊંચુ મતદાન કેન્દ્ર હિમાચલ પ્રદેશના મંડીના સૌથી ઊંચા કેન્દ્ર ટશીગંગમાં આવેલું છે. ટશીગંગ મતદાન કેન્દ્ર 15256 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.
ગુજરાત :હાલ સર્વત્ર ચૂંટણીનો ફિવર છે, ત્યારે ચૂંટણી સાથે જોડાયેલી રસપ્રદ માહિતીઓમાં પણ લોકોને રસ પડે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચૂંટણી જ ચર્ચામાં છે. પણ શું તમને ખબર છે કે, વિશ્વનું સૌથી ઊંચુ મતદાન મથક પણ ભારતમા જ છે. હા, દુનિયાની સૌથી ઊંચુ મતદાન કેન્દ્ર હિમાચલ પ્રદેશના મંડીના સૌથી ઊંચા કેન્દ્ર ટશીગંગમાં આવેલું છે. ટશીગંગ મતદાન કેન્દ્ર 15256 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.
કુલ મતદાતા માત્ર 49
રસપ્રદ બાબત એ છે કે, વિશ્વના સૌથી ઊંચા મતદાન કેન્દ્રમાં કુલ મતદાતા માત્ર 49 જ છે. તેમાં 29 પુરુષો અને 20 સ્ત્રીઓ છે. આટલી ઊંચાઈ પર આ મતદાન કેન્દ્ર પહેલીવાર મતદાતાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે. પહેલા આ મતદાન કેન્દ્ર ઓછી ઊંચાઈવાળા સામુદાયિક ભવનમાં હતું. પરંતુ વરસાદને કારણે તે નષ્ટ થઈ ગયું હતું. તેના બાદ પ્રાથમિક સ્કૂલ ટશીગંગના ભવનમાં તે શિફ્ટ કરાયું છે.
રસ્તો બનાવવાનું ચાલે છે કામ
15256 ફુટ ઊંચાઈ પર આવેલ આ મતદાન કેન્દ્ર માટે હાલ રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પાંચ ફીટ બરફની પરત નીચે દબાયેલા રસ્તાને ખોલવામાં આવી રહ્યો છે. જેના માટે મશીનોનો કાફલો ખડકી દેવાયો છે. મતદાન કેન્દ્ર પર તાપમાન માઈનસ સાત ડિગ્રી છે.
20 કિલોમીટર દૂર જવુ પડે છે
વિશ્વનું સૌથી ઉંચુ મતદાન કેન્દ્ર હોવાથી અહી વસતા દરેક ગામવાસીને વોટ આપવાનો ઉત્સાહ હોય છે. ત્યારે આ વખતે 100 ટકા મતદાન થાય તેવી શક્યતા છે. એક ગ્રામીણે જણાવ્યું કે, પહેલાનું મતદાન મથક ગામથી 20 કિલોમીટર દૂર હોવાથી ત્યાં સુધી પહોંચવામાં બહુ જ તકલીફો પડતી હતી. આવામાં બીમાર અને વૃદ્ધ મતદાતા મત આપવાથી વંચિત રહી જતા હતા. આવામાં હવે ટશીગંગમાં મતદાન કરવું અમને સરળ રહેશે. તેથી આ વખતે અમને મત આપવામાં વધુ ઉત્સાહ છે.