નવી દિલ્હીઃ ભારતીય મુળના અમેરિકન અર્થશાસ્ત્રી અભિજીત બેનરજીને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે. આ વખતે ત્રણ અર્થશાસ્ત્રીઓને સંયુક્ત રીતે પુરસ્કાર અપાયો છે. અભિજીત બેનર્જી ઉપરાંત બીજા બે જે નામ છે તેમાં એક અર્થશાસ્ત્રી અભિજીત બેનરજીની પત્ની એસ્થર ડુફ્લો છે. ત્રીજું નામ માઈકલ ક્રેમરનું છે, જે અમેરિકાના મૂળના અર્થશાસ્ત્રી અને અમેરિકન એકેડમી ઓફ આર્ટ એન્ડ સાયન્સિસ સાથે જોડાયેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિજીત બેનરજી મૂળભૂત રીતે ભારતના પશ્ચિમ બંગાળમાં રહેનારા છે. તેમનો જન્મ 21 ફેબ્રુઆરી, 1961ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાજી અને માતાજી બંને અર્થશાસ્ત્રીના પ્રોફેસર છે. અભિજીત બેનરજીએ પોતાનો અભ્યાસ કોલકાતાની સાઉથ પોઈન્ટ સ્કૂલ અને પ્રેસિડન્સી કોલેજમાંથી કરી છે. પ્રેસિડન્સી કોલેજમાંથી તેમણે ઈકોનોમિક્સની ડિગ્રી લીધી હતી. ત્યાર પછી તેમણે વર્ષ 1983માં દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં માસ્ટર્સ કર્યું અને પીએચડી કરવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગયા હતા. 


અર્થશાસ્ત્રનું નોબેલઃ ભારતીય મુળના અભિજીત બેનરજી સહિત કુલ ત્રણને પુરસ્કાર


અભિજીત બેનરજી પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટી ઓફ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ભણાવ્યા પછી અત્યારે મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (MIT)માં ફોર્ડ ફાઉન્ડેશન ઈન્ટરનેશનલ પ્રોફેસર ઓફ ઈકોનોમિક્સ છે. પ્રો. બેનરજીનું મુખ્ય ફોકસ ડેવલપમેન્ટ ઈકોનોમિક્સ પર રહ્યું છે. તેમણે અર્થશાસ્ત્રીમાં કારણ સંબંધોની શોધ માટે એક મહત્વપૂર્ણ પદ્ધતિ તરીકે ફીલ્ડ એક્સપેરિમેન્ટ્સનો પ્રસ્તાવ આપ્યો હતો. 


બિકિનીના નામે દોરા પહેરીને નીકળી પડી આ યુવતી, ફોટા વાઈરલ થતા ધરપકડ થઈ


અમેરિકાની MITમાં અર્થશાસ્ત્રનો નોબેલ મેળવનારો અભિજીત બેનરજી બીજો ભારતીય અર્થશાસ્ત્રી છે. આ અગાઉ ભારતના અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન માટે નોબેલ મળી ચુક્યું છે. 


જુઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....