નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ સામે INX મીડિયા દ્વારા કરવામાં આવેલી વિદેશી નાણાની હેરફેરમાં પોતાની સત્તાનો ઉપયોગ કરીને મંજૂરી આપવાનો અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની કંપનીમાં નાણાકિય લેવડ-દેવડ થઈ હોવાનો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ દ્વારા કેસ દાખલ કરવામાં આવેલો છે. આ કેસમાં અગાઉ ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ મંગળવારે આગોતરા જામીન પુરા થયા બાદ નવેસરથી જામીન અપાયા નથી. આથી, તેમની સામે હવે ધરપકડની તલવાર લટકી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન રદ્દ કરાયા પછી મોડી સાંજે અને રાત્રે સીબીઆઈ અને ઈડીની ટીમ વારાફરતી ચિદમ્બરમના પહોંચી હતી, પરંતુ તેઓ ઘરે મળ્યા ન હતા.  બુધવારે સુપ્રીમ કોર્ટમાં પણ ચિદમ્બરમ દ્વારા આગોતરા જામીન મેળવવા માટે અને સુનાવણી માટે ત્રણ વખત પ્રયાસ હાથ ધરાયો હતો, પરંતુ અરજીમાં ટેક્નીકલ ખામીના કારણે સુનાવણી થઈ શકી નથી. બીજી તરફ સીબીઆઈ દ્વારા તેમની સામે લૂકઆઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી.આથી, તેમની સામે હવે ધરપકડની તલવાર લટકી રહી છે. 


શું છે સમગ્ર કેસ, સમજો ટૂંકમાં.... 


  • 2007ના એક કેસમાં ચિદમ્બરમ સામે ધરપકડની તલવાર લટકી રહી છે. 

  • કેન્દ્રની બે તપાસ એજન્સી ઈડી અને સીબીઆઈ દ્વારા ચિદમ્બરમ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

  • સમગ્ર મામલાના કેન્દ્રમાં INX મીડિયા છે, જેની અનેક ટીવી ચેનલ છે. 

  • INX મીડિયાના સંસ્થાપક છે ઈન્દ્રાણી અને પીટર મુખરજી. 

  • આરોપ એવો છે કે INX મીડિયા દ્વારા વિદેશી ફંડમાં ગોટાળો કરવામાં આવ્યો છે. 


ચિદમ્બરમની મુશ્કેલીઓ વધીઃ જામીન અરજી મુદ્દે ત્રણ પ્રયાસ છતાં સુપ્રીમમાં સુનાવણી થઈ શકી નહીં 


[[{"fid":"229506","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


(INX મીડિયાના માલિક ઈન્દ્રાણી અને પીટર મુખરજી, જેઓ શીના બોરા હત્યા કેસમાં અત્યારે જેલમાં છે)


  • ભારતમાં વિદેશી મૂડી રોકાણની મંજૂરી આપતા 'વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ- FIPB'એ INX મીડિયાને ફાયદો પહોંચાડ્યો છે. 

  • INX મીડિયાએ કેન્દ્રની મર્યાદા કરતાં વધુ રૂ.307 કરોડનું વિદેશી રોકાણ કર્યું હતું. 

  • આરોપ એવો છે કે FIPBની 'મદદ'થી જ મુખરજી આમ કરી શક્યા છે. 

  • UPA-1 સરકારમાં જ્યારે ચિદમ્બરમ નાણામંત્રી હતા એ સમયની વાત છે. 

  • નાણાકિય હેરાફેરી બહાર આવ્યા પછી મુખરજીએ ચિદમ્બરમનો સંપર્ક કર્યો હતો. 


પી. ચિદમ્બરમ સામે સીબીઆઈએ ફટકારી લુકઆઉટ નોટિસ


  • 2017માં ઈન્દ્રાણીએ ઈડીને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, "ચિદમ્બરમે મુખરજીની 'મદદ' કરવાના બદલામાં પુત્ર કાર્તિ માટે મદદ માગી હતી."

  • એવો આરોપ છે કે, તપાસ રોકવ માટે કાર્તિને રૂ.10 લાખ ડોલર આપવામાં આવ્યા હતા. 

  • આ આરોપ અંતર્ગત 2018માં કાર્તિની ધરપકડ કરાઈ હતી અને ત્યાર પછી તેને જામીન મળ્યા હતા. 

  • અત્યારે કાર્તિ ચિદમ્બરમ કર્ણાટકની શિવગંગા બેઠક પરથી કોંગ્રેસનો સાંસદ છે. 


જુઓ LIVE TV.... 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...