બેંગલુરૂઃ બેંગલુરૂ સાઉથ સંસદીય સીટ (Bangalore South)થી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ તેજસ્વી સૂર્યાને ભાજપ યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ જવાબદારી સાથે તેજસ્વી સૂર્યા કોણ છે, તે કઈ રીતે સાંસદ બન્યા, કેમ ચર્ચામાં રહે છે, આ તમામ વાતો જાણવી જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત વર્ષ 2019ની છે. લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી એક-એક ચહેરો તમામ રાજકીય પાસાઓને ધ્યાનમાં રાખીને પસંદ કરી રહી હતી. બેંગલુરૂ દક્ષિણની સંસદીય સીટ કોના હવાલે કરવામાં આવે તેના પર મંથન થવુ સામાન્ય હતું. આખરે આ સીટ પર ભાજના દિગ્ગજ નેતા રહેલા એચએન અનંત કુમારે છ વખત જીત મેળવી હતી. એચએન અનંત કુમારના નિધન બાદ આ સીટ અને ભાજપની અસ્મિતા માટે સૌથી વિશ્વાસપાત્ર ચહેરાની પસંદગી કરવી મોટો પડકાર બની ગયો હતો. ભાજપે તમામ વિશ્લેષણો બાદ તેજસ્વી સૂર્યાને આ સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. 


આ ટ્વીટથી રહ્યાં ચર્ચામાં
તેજસ્વી સૂર્યાએ ટિકિટ મળવાની સાથે એક ટ્વીટ કર્યું હતું. ટ્વીટ હતું, 'ઓહ માય ગોડ. વિશ્વાસ નથી થતો. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના પ્રધાનમંત્રી અને સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષે 28 વર્ષના એક વ્યક્તિને બેંગલુરૂ જેવી પ્રતિષ્ઠિત સીટ માટે પસંદ કર્યો છે. આ માત્ર ભાજપમાં થઈ શકે છે.' તેજસ્વી સૂર્યાનું આ ટ્વીટ ખુબ ચર્ચામાં રહ્યુ હતુ. 


BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમની નવી ટીમની કરી જાહેરાત, અહીં જાણો શું થયા ફરેફાર


મોટા અંતરથી આપ્યો પરાજય
તેજસ્વી સૂર્યાએ કોંગ્રેસના ઉમેદવાર બીકે હરિ પ્રસાદને મોટા અંતર  (3,31,192)થી પરાજય આપ્યો હતો. એટલું જ નહીં તેજસ્વી સૂર્યા વિશે કહેવામાં આવે છે કે તેમણે વકીલ તરીકે ભાજપના નેતાઓના કેસ લડ્યા છે. 


RSS સાથે પણ તેજસ્વીનો સંબંધ
વકીલ તેજસ્વી સૂર્યાએ બેંગલુરૂના ઈન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝથી અભ્યાસ કર્યો છે. તેજસ્વી ભાજપ યુવા મોર્ચામાં પ્રદેશ સચિવની જવાબદારી સંભાળી ચુક્યો છે. આ પહેલા તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છાત્ર સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે જોડાયેલો રહ્યો છે. મૂળ રૂપથી ચિકમંગલૂર જિલ્લાનો રહેવાસી તેજસ્વી સૂર્યા બાસાવાનગુડી વિધાનસભાથી ધારાસભ્ય એલએ રવિસુબ્રમણ્યમનો ભત્રિજો છે. સૂર્યા પ્રખર રાષ્ટ્રવાદી વિચારો માટે જાણીતો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube