નવી દિલ્હી: લાલા કિલ્લાથી વડાપ્રધાન મોદીએ 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી અને દેશવાસીઓને આઝાદીના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આઝાદીની ઉજવણીના દિવસે વડાપ્રધાન મોદીનો સાફો ઘણો ચર્ચામાં રહ્યો. સાફાની સાથે વડાપ્રધાન મોદીનો વધુ એક અંદાજ આ સ્વતંત્રતા દિવસ પર જોવા લાયક હતો, જેની ચર્ચા ચારેબાજુ થઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આઝાદીના જશ્નમાં ડૂબ્યા મહાકાલ, સ્વતંત્રતા દિવસ પર તિરંગાથી થયો ખાસ શૃંગા


લાલ કિલ્લાથી ધ્વજરોહણ દરમિયાન વડાપ્રધાને તે જ અંદાજમાં તિરંગાને સેલ્યૂટ આપયું, જે રીતે ભારતીય સેના આપે છે. લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિંરગાને સલામી આપતા સમયે જે સેલ્યૂટનો ઉપયોગ કર્યો તે જલ સેના એટલે કે ભારતીય નૌસેનાનું સેલ્યૂટ હતું. આ પહેલા વડાપ્રધાન મોદી સ્વતંત્રતા દિવસ પર જુદી-જુદી સેનાઓની જેમ સેલ્યૂટ આપતા જોવા મળ્યા હતા.


આ પણ વાંચો:- લાલ કિલ્લા પર વડાપ્રધાને ફરકાવ્યો ત્રિરંગો, પીએમ મોદીએ લાલ કિલા પરથી કરી આ જાહેરાત


ઉલ્લેખનીય છે કે, ભારતની પાસે ત્રણ પ્રકારની સેના છે. ભારતીય વાયુ સેના, ભારતીય જલ સેના અને ભારતીય થલ સેવા, જે જમીન, પાણી અને વાયુમાં તૈનાત છે. જેથી દેશ પર કોઇ પ્રકારની મુશ્કેલી ના આવે.


1. ઈન્ડિયન આર્મી (ભારતીય થલ સેના)
આપણે બધાએએ આર્મીના અધિકારીઓ અને જવાનોને ક્યાંકને ક્યાંક સેલ્યૂટ કરતા જોયા હશે. તેઓ ખુલ્લા પંજાથી અને જમણા હાથથી સલામ કરે છે. બધી આંગળીઓને સામેની તરફ ખુલ્લી અને અંગૂઠો સાથે જોડેલો હોય છે. આ પોતાનાથી વરિષ્ઠ અને ગૌણ પ્રત્યે આદર દર્શાવવાનો એક માર્ગ છે. સાથે તે એમ પણ જણાવે છે કે આગળના હાથમાં કોઈ પણ પ્રકારનું શસ્ત્ર નથી.


આ પણ વાંચો:- હવે ટ્રેનમાં રહેશે CORAS કમાન્ડોની નજર, આતંકી હોય કે નક્સલી, પલકવારમાં ઝડપાઈ જશે


2. ઇન્ડિયન નેવી (ભારતીય જલ સેના)
ભારતીય નૌકાદળમાં સેલ્યૂટ આપવા માટે હથેળીને માથાના ભાગ સાથે એવી રીતે જોડવામાં આવે છે કે હાથ અને જમીનની વચ્ચે 90 ડિગ્રી એન્ગલ બને. આ સેલ્યૂટ પાછળનું એક મુખ્ય કારણ એ છે કે નૌકાદળમાં કામ કરતા ખલાસીઓ અને સૈનિકોના જહાજ પર કામ કરવાથી ગંદા થયેલા હાથને છુપાવાનું છે. જહાજમાં કામ કરવાને કારણે ઘણી વાર તેમના હાથ ગ્રીસ અને ઓઇલથી ગંદા થઈ જાય છે.


આ પણ વાંચો:- VIDEO : 'નયા કાશ્મીર'ને પીએમ મોદી પર વિશ્વાસ, જશ્ને આઝાદી પહેલા સાંભળો કાશ્મીરનો અવાજ


3. ઇન્ડિયન એર ફોર્સ (ભારતીય વાયુ સેના)
માર્ચ 2006માં, ભારતીય વાયુસેનાએ તેના કર્મચારીઓ માટે સેલ્યૂટના નવા ફોર્મ્સ ગોઠવ્યા. તેઓ હવે એવી રીતે સલામ કરે છે કે હથેળી જમીનથી 45 ડિગ્રીનો ખુણો બનાવે છે. જેને સેના અને નૌકાદળ વચ્ચેનું સેલ્યૂટ કહી શકાય. અગાઉ, એરફોર્સની સેલ્યૂટ આપવાની પદ્ધતિ પણ આર્મીની જેમ જ હતી.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...