આજના સમયમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) એ દરેક ક્ષેત્રમાં પોતાની હાજરી નોંધાવી છે. વાત ભલે વીડિયોની હોય, ફોટાના હોય, કન્ટેન્ટ રાઈટિંગ કે  પછી કોઈ પણ અન્ય ફિલ્ડ હોય પરંતુ દરેક જગ્યાએ એઆઈનો ઉપયોગ થવા લાગ્યો છે. એટલે સુધી કે ક્રિમિનલ પણ એઆઈનો ઉપયોગ કરે છે.  ખેતીમાં પણ એઆઈની મદદથી ઘણું બધુ થઈ શકે છે અને તેના પર કામ પણ શરૂ થઈ ગયું છે. હવામાન આગાહીથી લઈને છોડવાને ક્યાં સુધી ખાતર પાણીની જરૂર છે તે બધુ એઆઈની મદદથી શક્ય બની શકે છે. આવો જાણીએ કેવી રીતે ખેતીમાં એઆઈનો ઉપયોગ કરીને ભરપૂર ફાયદો ઉઠાવી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેટા એનાલિસિસ
એઆઈનો ઉપયોગ તમામ સેક્ટરમાં ડેટા એનાલિસિસ તરીકે થઈ રહ્યો છે. ખેતીમાં પણ એઆઈનો ઉપયોગ કરીને ડેટા એનાલિસિસ થઈ શકે છે. તે હેઠળ હવામાન, માટી, પાણી અને તમામ પ્રકારની ટેક્નોલોજીની અસરને સમજવામાં મદદ મળશે. ડેટા એનાલિસિસના કારણે ખેડૂતો એ સમજી શકશે કે તેમણે  કયા સમયે કયા સંસાધનનો ઉપયોગ કરવાનો છે અને પોતાની ખેતી માટે ક્યારે શું નિર્ણય લેવાનો છે. પૂરતો ડેટા હોવા પર ખેતી દરમિયાન જ્યારે કોઈ સુધારની સંભાવના હોય, તો તે પ્રમાણે યોગ્ય નિર્ણય લઈ શકાય છે. તેમાં હવામાન આગાહી તો મળશે જ , માટીનું એનાલિસિસ, પાણીનો ઉપયોગ અને  કઈ રીતે બીજની પસંદગી કરવી તે બધામાં પણ મદદ મળી શકશે. આ સાથે જ કીટનાશકના ઉપયોગ સંલગ્ન નિર્ણયો પણ સરળતાથી લઈ શકાશે. 


મશીન લર્નિંગ
એઆઈમાં એક મહત્વની વસ્તુ છે મશીન લર્નિંગ  (Machine Learning), જેનાથી ખેતીમાં ફાયદો મળી શકે છે. મશીન લર્નિંગ એલ્ગોરિદ્મને ટ્રેનિંગ આપીને ખેતીમાં તમામ પ્રકારના નિર્ણયો સરળતાથી લઈ શકાય છે. આ નિર્ણયોમાં પાકનું ઉત્પાદન, કીટનાશક, રોગ પ્રબંધન, અને ખેતી સંલગ્ન અન્ય મુદ્દાઓ પર કામ થઈ શકે છે. એઆઈનો ઉપયોગ કરતા એક્સપર્ટ સિસ્ટમ વિક્સિત કરી શકાય છે. જેનાથી યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે. 


સ્વતંત્ર અને સ્વચાલિત ઉપયોગ
એઆઈની મદદથી સ્વતંત્ર અને સ્વચાલિત મશીનો (Independent and Automatic Machine) વિક્સિત કરી શકાય છે. આ મશીનોની મદદથી ખેતીના અનેક કામોને ઓટોમેટિક કરી શકાય છે. તેનાથી પ્રોડક્શન વધારવામાં મદદ મળશે. તેમાં અનેક પ્રકારના સેન્સર અને ઉપકરણોની મદદ પણ લઈ શકાય છે. જેનાથી ખેતીમાં સિંચાઈ, ખાતર અને કીટનાશકનો ઉપયોગ ઓટોમેટિક થઈ શકે છે. એઆઈની મદદથી મોટાભાગની વસ્તુઓ ઓટોમેટિક થઈ જશે તો તમે ખેતરમાં સમય અને લેબર બંને બચાવી શકો છો. જેનાથી પ્રોડક્શન વધશે અને નફો પણ. 


રોગ અને કીટનાશક મેનેજમેન્ટ
ખેતીમાં દરેક ખેડૂતને સૌથી વધુ ડર રોગો કે વાયરસનો રહે છે. અનેકવાર ખેતીમાં રોગ બીજો હોય છે પરંતુ તેને યોગ્ય રીતે સમજી ન શકવાના કારણે તેનો ઉપચાર થઈ શકતો નથી અને નુકસાન ઝેલવું પડે છે. એઆઈની મદદથી રોગને સમયસર ઓળખવો અને તેના યોગ્ય ઈલાજને લાગૂ કરવાનું સરળ થઈ રહેશે. તેનાથી ખેતીની સુરક્ષા વધશે અને પરિણામ એ આવશે કે પ્રોડક્શન પણ વધશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube