નવી દિલ્હી : UPSC ની સિવિલ સર્વિસ પરીક્ષાઓમાં હવે ઉમેદવારોની કેડર નિશ્ચિત કરવાની પદ્ધતી બદલવાનું છે. હવે UPSC માં રૈંકિંગ દ્રષ્ટીએ નહી પરંતુ ઉમેદવારોની લીડરશીપ એપ્રોચ તથા અન્ય ક્ષમતાઓની દ્રષ્ટીએ કેડર નક્કી કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ના સુત્રો અનુસાર મોદી સરકાર ઝડપથી યુપીએસસી સિવિલ સર્વિસમાં આ પ્રકારનાં પરિવર્તનો લાવવા અંગે વિચારી રહી છે. પીએમઓએ ડીઓપીટી સાથે આ અંગે રિપોર્ટ પણ માંગ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણાની દંગલમાં ભાજપ તરફથી યોગેશ્વરદત્તની એન્ટ્રી, કોંગ્રેસમાં રીપીટ
DoPT સ્ત્રોએ આ તથ્યોની પૃષ્ટી કરી છે પરંતુ હાલ કાગળ પર એવું કંઇ જ નથી. સુત્રોનું કહેવું છે કે એટલું જ નહી કેન્દ્ર સરકાર ડીઓપીટીને પણ બે હિસ્સામાં વહેંચવા માંગે છે. જેના કારણે કાર્મિક મુદ્દા અને પ્રશિક્ષણને સંભાળવા માટે બે અલગ અલગ વિભાગ હોય. ડીઓપીટીનું કહેવું છે કે સરકાર અભ્યાસક્રમની તુલનામાં બદલી રહેલા અભ્યાસક્રમની તુલનાએ અનુકુળ પ્રશિક્ષણ અને વ્યક્તિગત્ત દક્ષતા પર ધ્યાન આપી રહ્યા છે.


ISRO ચીફ કે.સિવને કહ્યું, ચંદ્રયાન-2નું ઓર્બિટર યોગ્ય રીતે કરે છે કામ
અયોધ્યા કેસ: CJIએ નારાજ થઇ કહ્યું, શું આપણે મારા રિટાયર થવા સુધી સુનાવણી કરીશું?
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા સિવિલ સર્વિસ પરીક્ષામાં પરિવર્તન મુદ્દે વિવાદ થયો હતો. હવે આ પ્રસ્તાવ આવ્યો કે સિવિલ સર્વિમાં સફળ ઉમેદવારોને ફાઉન્ડેશન કોર્સ પુર્ણ કરીને તેમાં મળેલા નંબરોનાં આધારે રાજ્ય અને સર્વિસ કેડર નક્કી થશે. આ અંગે વિવાદ થવા અંગે સરકારે સ્પષ્ટતા કરી હતી હાલ માત્ર આ પ્રસ્તાવ અંગે વિચાર કરવામાં આવી રહ્યા છે.


લો બોલો! પંજાબ પોલીસ અને BSF પાસે ડ્રોન પકડવાનું મશીન જ નથી!!!
આ પ્રસ્તાવમાં થઇ શકે છે પરિવર્તન
આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકાર સિવિલ સર્વિસ પરીક્ષા વર્ષો જુની સિસ્ટમમાં મોટુ પરિવર્તન લાવવાની તૈયારી કરી રહ્યું છે. તેના અનુસાર સિવિલ સર્વિસમાં સફળ લોકોની પરીક્ષા અને કેડર આપવા માતે તેમના પુસ્તકના જ્ઞાન સાથે જ તેમનું વ્યાવહારિક જ્ઞાન પણ મુખ્ય ભુમિકા નિભાવશે. તેમના બેઝીક જ્ઞાન સાથે જે અંક મળશે, તેના પરથી નક્કી થશે કે તે કઇ સેવા અને રાજ્યમાં મોકલવા માટે યોગ્ય છે. તેનાથી કહેવાઇ રહ્યું છે કે તેનાથી પરીક્ષામાં ટોપર IAS કેડર નહી મળવા અથવા ટ્રેનિંગમાં સારુ પ્રદર્શન કરનારાને આઇએએસ બનવાની તક મળી શકે છે. હાલ સિવિલ સર્વિમાં રેંકના આધારે કેડર મળી જતી હોય ચે. મોટા ભાગના ટોપરને સામાન્ય રીતે IAS અથવા મોટા રાજ્ય કેડર તરીકે મળે છે. 


PoKમાં 3 દિવસની અંદર ત્રીજી વખત ભૂંકપ, 4.8 તિવ્રતાના આંચકા અનુભવાયા
અનામતની ઉંમરમાં છુટ નહી
ડીઓપીટીએ પોતાની જ સરકારનાં બીજા મંત્રાલયની અપીલને ફગાવતા આર્થિક રીતે નબળા ઉમેદવારોને સરકારી નોકરીઓમાં અનામતની સુવિધા હેઠળ ઉંમરમાં છુટછાટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. સરકારે હાલમાં જ 10 ટકા અનામતનો કાયદો બનાવ્યો તો તેના હેઠળ પરીક્ષા બેસવા માટે ઉંમરની છુટ પણ નહોતી આપી.