દીપવીર : દીપિકા પાદુકોણ રણવીર સિંહના લગ્ન થઈ રહ્યાં છે, તે લેક કોમોમાં હનિમૂન ખર્ચ જાણી ચોંકી ઉઠશો
ઈટલીના સૌથી સુંદર જગ્યાઓમાં એક લેક કોમો છે. જો તમે આ જગ્યા પર ફરવા માંગો છો, અથવા તો હનિમૂન પર જવા માંગો છો, તો અહીં કપલ ટ્રિપનો કેટલો ખર્ચ થશે તે જાણી લેજો.
બોલિવુડમાં ડેસ્ટિનેશન વેડિંગનો સમય અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન કરતા પણ વધુ ચર્ચામાં છે. બોલિવુડની સૌથી કૂલ જોડી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો લગ્ન સમારોહ આજથી ઈટલીના લેક કોમોમાં શરૂ થવા જઈ રહ્યો છે. ઈટલી ડેસ્ટિનેશન વેડિંગને ભારતીય લોકો બહુ જ પસંદ કરી રહ્યાં છે. કેટલાક દિવસો પહેલા આ જ લેક કોમોના કિનારે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની સગાઈ થઈ હતી. ઈટલીના સૌથી સુંદર જગ્યાઓમાં એક લેક કોમો છે. જો તમે આ જગ્યા પર ફરવા માંગો છો, અથવા તો હનિમૂન પર જવા માંગો છો, તો અહીં કપલ ટ્રિપનો કેટલો ખર્ચ થશે તે જાણી લેજો.
ભારતીય જ નહિ, હોલિવુડ સેલિબ્રિટીજ માટે પણ ઈટલી પસંદગીની જગ્યાઓમાં સામેલ છે. લેક કોમો ઈટલીનું ત્રીજું સૌથી મોટું સુંદર લેક છે. આ લેક આલ્પ્સની પહાડીઓની તળેટી પર સ્થિત છે. ઈટલીનું આ ત્રીજું સૌથી મોટું સરોવર 146 સ્કેવર કિલોમીટરમાં ફેલાયેલું છે. તે અંદાજે 1300 ફીટ જેટલું ઊંડું છે, જે તેને યુરોપના સૌથી ઊંડા સરોવરમાંનું એક બનાવે છે. આ લેકની ચારેતરફ લીલોતરી, બરફથી ઢંકાયેલ સુંદર પહાડીઓ અને રંગબેરંગી ફુલો છવાયેલા છે.
કેવી રીતે પડ્યું લેક કોમો નામ
લેટિન ભાષામાં આ સરોવરને લારીયસ નામથી ઓળખવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો તેને ‘લાગા દી કોમા (Lago di Como)’ એટલે કે લેક કોમો કહેવામાં આવે છે. વાત ગાઈડ બુકની કરીએ તો, લેકને અનેક નામથી ઓળખવામાં આવે છે. તે લેક કોમો, કોમો લેકના નામથી પણ પ્રખ્યાત છે. તેનું નામ કોમો શહેર પરથી પડ્યું. જેને રોમનવાસીઓ કોમુમ કહીને બોલાવે છે. જ્યાં સુધી આ લેકને કોમો નામ ન અપાયું, ત્યાં સુધી આ શહેરને કોઈ જ ઓળખતુ ન હતું. કોઈ પણ બીજા સરોવર કરતા અહીંની હવામાં ફેલાયેલી સુવાસ પણ લોકોને તેની તરફ આકર્ષિત કરે છે. અહીં બપોરે અને સાંજે દક્ષિણથી હવા ચાલે છે, જેને બ્રેવા કહેવાય છે. અને સૂર્ય આથમતા જ ઉત્તરથી હવા આવે છે, જેને ટિવાનો હવા કહેવાય છે. આ ઉર્જામાં અલગ પ્રકારનું જોશ હોય છે.
કેવી રીતે પહોંચશો લેક કોમો
જો તમે દિલ્હીથી નીકળી રહ્યા છો તો દિલ્હીથી મિલાન રિટર્ન ટિકીટ તમને અંદાજે 45 થી 70 હજારની વચ્ચે મળશે. જો તમે તમારી ટ્રિપ 14થી 18 ડિસેમ્બરની વચ્ચે પ્લાન કરો છો, તો તમને એક રિટર્ન ટિકીટ માટે 50 હજાર આપવા પડશે. એટલે કે, તમને બે રિટર્ન ટિકીટના લગભગ 1 લાખ રૂપિયા ચૂકવવા પડશે.
મિલાનથી લેક કોમો માટે ટ્રેન
લેક કોમો જવા માટે તમે મિલાનથી ટ્રેન પકડી લો. મિલાનથી લેક કોમોની બે રિટર્ન ટિકીટ તમને 1500થી 2000 રૂપિયામાં મળી જશે. જે તમે પ્લેનથી ટ્રાવેલ કરવા માંગો છો, તો તેના માટે તમને લગભગ બે રિટર્ન ટિકીટ ખરીદીને જ નીકળવું. પ્લેન ટિકીટનું ભાડું ફ્લાઈટના ટાઈમ પર આધાર રાખે છે.
રહેવું અને ખાણીપીણી
લેક કોમોમાં તમને ભારતીય કરન્સી મુજબ 4000થી લઈને 45000 સુધી હોટલ્સ એક રાત્રિ માટે મળી જશે. આ ઉપરાંત તમને અહીં હોમ સ્ટે પણ મળી રહેશે. અહીંની અનેક હોટલ્સમાં સિક્યુરિટી પણ ચૂકવવી પડે છે, જે તમને સ્ટે બાદ રિટર્ન કરવામાં આવે છે. લેક કોમોમા ફૂડ બહુ જ સારું મળી રહે છે. અહીં ઈટાલિયન ફૂડ એન્જોય કરવાની તમને મજા આવશે. ખાવામાં 15થી 20 હજાર સુધીનો ખર્ચ થાય છે.
બીજા ખર્ચા
લેક કોમોમાં જવા માટે ફ્લાઈટ, ટ્રેન, ફૂડ ઉપરાંત વીઝાના રૂપિયા પણ જોડાય તો બે લોકો માટે લગભગ 4000થી લઈને 10000 સુધી થઈ શકે છે. લેક કોમોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બહુ જ સારું અને સસ્તુ છે. અહીં કપલ ટ્રિપનો ખ્રચો 2 લાખની આસપાસ આવે છે. પરંતુ કેટલા રૂપિયા ખર્ચ કરવા તે વ્યક્તિ પર નિર્ભર કરે છે. અહીં શોપિંગ માટે અલગથી બજેટ ફાળવવું જરૂરી છે.