Jaya Kishori Marriage Condition : આજકાલ બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સાથે જયા કિશોરીના લગ્નની અફવાઓ ઉડી છે. આ વાતને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ખોટું અને મિથ્યા જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, તેમના મનમાં કોઈ એવો ભાવ નથી. તો, કેટલાક સમય પહેલા જયા કિશોરીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન મામલે એક વાત કહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયા કિશોરી એક જાણીતા કથાવાચક અને મોટિવેશનલ સ્પીકર છે. જયા કિશોરીની સાદગીથી લોકો ખૂબ જ પ્રેરિત છે. તો, લોકો તેમને લગ્નને લઈને સવાલ કરતા રહે છે અને તેની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ રહે છે. તો, શાદી-વિવાહને લઈને જયા કિશોરીનો એક અલગ વિચાર છે. જે તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. જયા કિશોરીએ લગ્ન માટે એક શરત રાખી હતી. જયા કિશોરીની શરત છે કે, તેમના ક્યાય પણ લગ્ન થાય પરંતુ તેમના માતા-પિતા પણ ત્યાં જ શિફ્ટ થશે, કારણ તે તે માતા-પિતા વિના ન રહી શકતી.


આ પણ વાંચો : 


પ્રજાસત્તાક દિનની પરેડમાં સ્ટંટ કરતા બાઈક પરથી પટકાયા મહિલા કર્મચારી, જુઓ Video


નવસારીમાં ગણતંત્ર દિને પ્રતિમાને હાર પહેરાવતા સમયે બે કોર્પોરેટર સીડી પરથી પડ્યા


રાજસ્થાનના સુજાનગઝમાં જુલાઈ 1995માં કથાવાચક જયા કિશોરીનો જન્મ થયો હતો. અને તેમનું ઘરનું નામ જયા શર્મા છે. ત્યાં તેમને કિશોરી જીના નામથી બોલાવવામાં આવે છે. જયા કિશોરીના પિતાનું નામ શિવ શંકર શર્મા છે અને તેમની એક બહેન છે. જેનું નામ ચેતના શર્મા છે. જાણકારી અનુસાર મોટિવેશનલ સ્પીકર અને કથાવાચક જયા કિશોરી કરોડોના માલિક છે. જયા કિશોરી દેશથી લઈને વિદેશમાં કથા વાચન કરવું અને મોટિવેશનલ સ્પીચ આપે છે. તેમની પાસે લગભગ 5 કરોડની સંપતિ છે.


જણાવી દઈએ કે જયા કિશોરીની સોશિયલ મીડિયા પર એક મોટી ફેન ફોલોઈંગ છે. જેના કારણે તેમના ફેસબુક પર આઠ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. અને ટ્વિટર પર 50 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.


આ પણ વાંચો : Chanakya Niti: આ 4 વાત ભૂલથી પણ પત્નીને ના કહેતો, નહિ તો આજીવન ભોગવવું પડશે