નવી દિલ્હી: દિલ્હીથી આવી રહેલી સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા બિહારના વૈશાલી જિલ્લામાં પાટા પરથી ઉતરી ગયા જેના કારણે 7 લોકો મોતને ભેટ્યા. આ અકસ્માત આજે મળસ્કે 3.58 કલાકે સહદેઈ બુઝુર્ગમાં થયો. પૂર્વ મધ્ય રેલવેના પ્રવક્તા રાજેશકુમારે કહ્યું કે સામાન્ય શ્રેણીનો એક ડબ્બો, એસીનો એક ડબ્બો બી3, એસ8, એસ9, એસ10 અને ચાર અન્ય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર: સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા ખડી પડ્યા, 7ના મોત, અનેક મુસાફરો ઘાયલ


કેમ થયો અકસ્માત
આટલા મોટા રેલવે અકસ્માતનું મુખ્ય કારણ જુગાડ હોવાનું કહેવાય છે. એક બાજુ આપણે બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યાં છીએ જ્યારે બીજી બાજુ આપણા ત્યાં ટ્રેન જુગાડથી ચાલી રહી છે. આટલા લોકોના જીવ જુગાડના ભરોસે કેવી રીતે છોડાય. સીમાંચલ એક્સપ્રેસના અકસ્માતનું કારણ જાણીને એવું લાગે છે કે આટલા મોટા રેલવે નેટવર્ક પાસે નાની નાની જરૂરિયાતોનો અભાવ છે. આ અકસ્માતનું કારણ ખરેખર ડરામણું છે. 


રેલવેના ઓફિસરોના જણાવ્યાં મુજબ જ્યારે સીમાંચલ એક્સપ્રેસ કટિહાર પહોંચી તો જાણવા મળ્યું કે બે બોગીને જોડનારા લોખંડનું જોડાણ તૂટેલું છે. રેલવેના કર્મચારીઓએ સંસાધનના અભાવમાં જુગાડ કરીને રેલ બોગીને જોડી દીધી. લોઢાના સળિયાના જોડાણની જગ્યાએ દોરડા અને લાકડીનો ઉપયોગ કરાયો હતો. ડબ્બા પરસ્પર સારી રીતે જોડાયેલા ન હોવાના કારણે ટ્રેનની સ્પીડ વધતા જ વેક્યુમ ક્રિએટ થઈ અને આટલો મોટો અકસ્માત સર્જાયો. 


રેલવે તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં પણ કહેવાયું છે કે પ્રાથમિક તપાસમાં પટરી તૂટવાના કારણે આ અકસ્માત થયો છે. નિવેદનમાં કહેવાયું છે કે સ્ટેશન યાર્ડની બરૌની એન્ડ પર પટરી તૂટી ગઈ હતી જેના કારણે આટલો મોટો અકસ્માત થયો. જો કે હજુ પણ તેઓ કહી રહ્યાં છે કે આ મામલે વિસ્તૃત તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ અકસ્માતનું કારણ જાણવા મળશે. 


અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતના સમયે 12487 જોગબની-આનંદ વિહાર ટર્મિનલ સીમાંચલ એક્સપ્રેસ ઝડપથી જઈ રહી હતી. સોનપુર અને બરૌનીથી ડોક્ટરોની ટુકડી ઘટનાસ્થળે પહોંચી છે. હાલ રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે એક રાહત ટ્રેન પણ રવાના કરાઈ છે. રેલવેએ હેલ્પલાઈન નંબરો પણ જારી કર્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...