નવી દિલ્લીઃ દેશભરમાં આજના દિવસે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે. સવારથી જ એક સૂરમાં 'જન ગણ મન' લોકો ગાય રહ્યા છે. ત્યારે, ભારતીયો માટે આ એક રાષ્ટ્રગીત જ નથી પણ એક ભાવના છે, દેશ માટેનો પ્રેમ છે, અને ગર્વની અનુભુતી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરોડો લોકો આઝાદીનો પર્વ ઉજવશે અને રબિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલું રાષ્ટ્રીય ગીત ગાશે. પણ તેના પાછળનો ઈતિહાસ પણ જાણવો ખૂબ જરૂરી છે. દેશભરમાં આજના દિવસે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે. સવારથી જ એક સૂરમાં 'જન ગણ મન' લોકો ગાય રહ્યા છે. ત્યારે, ભારતીયો માટે આ એક રાષ્ટ્રગીત જ નથી પણ એક ભાવના છે, દેશ માટેનો પ્રેમ છે, અને ગર્વની અનુભુતી છે. અંગ્રજોથી આઝાદી મેળવ્યા બાદ ગુરૂદેવ દ્વારા લખાયેલું ગીત રાષ્ટ્રીય ગીત તરીકે પસંદ કરવામાં આવ્યું. અને આ ગીતમાં રબિન્દ્રનાથ ટાગોરે ભારતની વિવિધતા અને સંસ્કૃતિ ઉમેરી. બંગાળીમાં લખાયેલું  આ ગીત આજે મોટે ભાગે ભારતીયોને કંઠસ્થ યાદ છે.


27 ડિસેમ્બર 1911:
'જન ગણ મન' પ્રથમ વખત 27 ડિસેમ્બર 1911ના રોજ કોંગ્રેસની બેઠકમાં કલકત્તામાં ગાવામાં આવ્યું હતું. 1941માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આ ગીતનું એક અલગ વર્ઝન લઈને આવ્યા. નેતાજીએ રાષ્ટ્રગીતને બંગાલીથી હિન્દીમાં ટ્રાન્સલેટ કર્યું હતું. આર્મીના કેપ્ટન આબિદ અલીએ આ ગીતને હિન્દીમાં ટ્રાન્સલેટ કર્યું હતું અને કેપ્ટન રામ સિંહે ધૂન આપી હતી. ત્યારથી આ ગીત અંગ્રેજી સહિત 22 ભાષામાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે.


24 જાન્યુઆરી 1950:
24 જાન્યુઆરી 1950ના દિવસે ઓફિસ્યલી 'જન ગણ મન'ને રાષ્ટ્રીય ગીત તરીકે જાહેર કરવામાં આવ્યું. ભારતના પહેલાં રાષ્ટ્રપતિએ રાજેન્દ્ર પ્રસાદે આ અંગે જાહેરાત કરી હતી. 'જન ગણ મન' બંગાળીમાં લખાયું હતું. ભારતીય બંધારણની કલમ 51A(a) ભારતના લોકોને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવા આદેશ આપે છે. તેમાં લખ્યું છે કે, 'દરેક નાગરિકે બંધારણનું પાલન કરવું જોઈએ અને તેના વિચારો અને સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરવું જોઈએ.'